અદાણી પાવર Q4 પરિણામો: ચોખ્ખો નફો 48% ઘટીને રૂ. 2,737 કરોડ
અમદાવાદ, 2 મે
અદાણી પાવરે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 48 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 2737 કરોડ છે. વીજ કંપનીએ એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 5,243 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્રમિક રીતે, ચોખ્ખો નફો તેના અગાઉના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ ફ્લેટ આવ્યો હતો. કામગીરીમાંથી આવક ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,242.06 કરોડથી 30 ટકા વધીને રૂ. 13,363.69 કરોડ થઈ છે.
વાર્ષિક ચોખ્ખો નફો જોકે, 10727 કરોડ સામે 94.2 ટકા વધી રૂ. 20829 કરોડ થયો છે. જ્યારે આવકો 36.5 ટકા વધી રૂ. 36396 કરોડ સામે રૂ. 49668 કરોડ થઇ છે.
Financial performance
Particulars (Rs. Crore) | Q4 FY24 | Q4 FY23 | Change +/- | FY24 | FY23 | Change +/- |
Total Income | 13,787 | 10,664 | 29.3% | 50,960 | 37,268 | 36.7% |
EBITDA | 5,273 | 2,329 | 126.4% | 18,789 | 8,540 | 120.0% |
net profit | 2,737 | 5,242 | (47.8)% | 20,829 | 10,727 | 94.2% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)