અમદાવાદઃ અદાણી પાવર લિમિટેડના શેરમાં છેલ્લા આઠ વર્ષમાં રૂ. 19.65ની બોટમથી 2098 ટકા (20 ગણા ઉછાળા સાથે)ના ઉછાળા સાથે રૂ. 412ની સર્વોચ્ચ સપાટી નોંધાઇ છે. એટલુંજ નહિં આ વર્ષે આ શેરમાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાઇ છે. જેના કારણે રોકાણકારોની મૂડીમાં જંગી વધારો થયો છે. એટલુંજ નહિં, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપની માર્કેટ કેપિટલાઇઝેશની દ્રષ્ટિએ સરકારી માલિકીની વીજ ક્ષેત્રની કંપની NTPC કરતાં પણ આગળ નીકળી ગઇ છે.

અદાણી પાવરની 52 વીક બોટમ 69.95 છે. આજે 419ની વાર્ષિક ટોચે પહોંચવાની સાથે વર્ષમાં 498.99 ટકા રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા છે. જેમાં 1 લાખનું રોકાણ કરનારની મૂડી 5 ગણી વધી 5 લાખની થઇ ગઇ છે.

મહિન્દ્રા અને એનટીપીસી કરતાં પણ આગળ અદાણી પાવર

BSE ડેટા અનુસાર, સવારે 09:38 વાગ્યે અદાણી પાવર (અદાણી પાવર લિ.) રૂ. 1,60,429 કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે કંપનીઓના એકંદર રેન્કિંગમાં 35માં ક્રમે હતી. તે જ સમયે, NTPC રૂ. 1,54,710 કરોડના માર્કેટ કેપ સાથે 37માં સ્થાને છે. એટલું જ નહીં, અદાણી પાવરે આ મામલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડને પણ પાછળ કરી છે, જેની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,56,394 કરોડ છે.

અદાણી પાવરના શેર એક માસમાં 41 ટકા ઉછળ્યો

છેલ્લા એક મહિનામાં અદાણી પાવર લિ. કંપનીના શેરના ભાવમાં 41 ટકાનો ઉછાળો આવ્યો છે. એનટીપીસીના શેરમાં સમાન ગાળામાં છ ટકાનો વધારો જોવા મળ્યો છે.

શેરની આજની સ્થિતિ

ખૂલ્યો407.70
વધી419
ઘટી391.30
બંધ412.20
ઉછાળો3.20 ટકા

આઠ વર્ષમાં રૂ. 19.65થી રૂ. 419ની સફર એક નજરે

YearOpenHighLowClose
201544.5060.0019.6529.75
201632.2536.1022.4530.10
201730.3546.3025.9041.65
201842.0058.2015.2050.90
201950.8073.7533.3561.80
202061.6065.9524.3049.70
202150.10167.0548.4099.75
2022100.05419.0098.00412.20