અદાણીનો કોપર પ્લાન્ટ ગેમ ચેન્જર બનશે
અમદાવાદ, 12 એપ્રિલઃ અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં ભારતની ક્ષમતામાં તોતિંગ વધારો થશે. અદાણી ગ્રુપની યોજના કોપર સેક્ટરમાં ભારતને વૈશ્વિકસ્તરે ઉપર લઈ જવાની છે. ઈલેક્ટ્રિક વાહનો (EVs), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક્સ (PV), પવન અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે. આ ક્ષેત્રમાં રોકાણ કરીને ભારત તેની વધતી જતી માંગને પહોંચી વળવા સક્ષમ રહેશે. માત્ર શુદ્ધ તાંબાનું જ નહીં પરંતુ સોના, ચાંદી અને એસિડ જેવા મૂલ્યવાન આડપેદાશોનું પણ ઉત્પાદન કરશે.
મુન્દ્રામાં ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટ સાથે મેટલ સેક્ટરમાં અદાણી ગ્રૂપની એન્ટ્રી દેશના કોપર લેન્ડસ્કેપને બદલવાની ક્ષમતા ધરાવે છે. વધતા જતા વિદ્યુતીકરણ અને ઇલેક્ટ્રિક વાહનોના કારણે ભારતમાં તાંબાની માંગ ભવિષ્યમાં પણ નિસ્ચિત વધવાની છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારતને કોપર સેક્ટરમાં વૈશ્વિકસ્તરે મોખરે લઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.
ભારતનો માથાદીઠ તાંબાનો વપરાશ આશરે 0.6-કિલો છે. 2030 સુધીમાં સ્થાનિક તાંબાની માંગ બમણી થવાની ધારણા છે. ભારત તાંબાની માંગને પહોંચી વળવામાં અસમર્થ રહ્યું છે, વળી છેલ્લા પાંચ વર્ષથી આયાત સતત વધી રહી છે. કચ્છ કોપર તેની ફોરવર્ડ ઇન્ટિગ્રેશન વ્યૂહરચનાના ભાગ રૂપે તેની કોપર ટ્યુબ્સ ઉમેરવા માટે કચ્છ કોપર ટ્યુબ્સ લિ.ની સ્થાપના તરફ પણ કામ કરી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)