નવી દિલ્હી, 7 ઓક્ટોબર: વીડિયો સિક્યોરિટી અને સર્વેલન્સ પ્રોડક્ટ્સ, સોલ્યુશન્સ અને સર્વિસ પ્રદાતા આદિત્ય ઈન્ફોટેક લિમિટેડે IPO હેઠળ રૂ. 1300 કરોડનું ફંડ એકત્ર કરવા સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું છે.

કંપની તેના ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક મારફત ફુલ્લી ઈન્ટિગ્રેટેડ સિક્યોરિટી સિસ્ટમ્સ અને સિક્યોરિટી-એઝ-અ સર્વિસ જેવી સેવાઓ અને સોલ્યુશન્સ પણ ઓફર કરે છે. જેની મદદથી તે બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ, ડિફેન્સ, એજ્યુકેશન, હોસ્પિટાલિટી, મેન્યુફેક્ચરિંગ, રિટેલ અને લો એન્ફોર્સમેન્ટ જેવા ક્ષેત્રોની વિશાળ રેન્જમાં જોડાયેલા ગ્રાહકોની જરૂરિયાતોને સંબોધે છે.

IPO ઓફર અંતર્ગત કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 5000 મિલિયન (રૂ. 500 કરોડ) અને શેરહોલ્ડર્સ દ્વારા શેર્સ વેચી ઓફર સેલ હેઠળ મારફત રૂ. 8000 મિલિયન ( રૂ. 800 કરોડ) (ઓફર ફોર સેલ) એકત્ર કરવાની યોજના ધરાવે છે.

રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ મારફત ઓફર કરવામાં આવેલા ઈક્વિટી શેર્સનું  બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટિંગ કરાવવાની જોગવાઈ છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યુરિટીઝ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)