અમદાવાદ, 8 એપ્રિલઃ એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રોન્યુટ્રિઅન્ટ પ્રોડક્ટસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પહેલ (“સ્વચ્છ માટી, સ્વચ્છ ખોરાક”) તંદુરસ્ત જમીન, તંદુરસ્ત ખોરાક ની ભાવના હેઠળ ટકાઉ કૃષિ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે સોઇલ હેલ્થમાં સુધારો કરવા, પાક પોષણ વધારવા સાથે તંદુરસ્ત સમાજ અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મજબૂત નેટવર્ક  સાથે એગ્રીકોન ન્યુટ્રીટેક પહેલેથી  મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની કામગીરીનો વિસ્તાર કરી ચૂકી છે. કંપની હવે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં તેનો વ્યાપ વધારવા માટે તૈયાર છે, જેથી વધુ ખેડૂતોને અદ્યતન કૃષિ ઉકેલોનો લાભ મળે.

એગ્રીકોન ન્યુટ્રીટેક જૈવિક  ખાાતરો, જૈવિક -કીટનાશકો અને માઇક્રોન્યુટ્રિશઅન્ટમાં નિષ્ણાત છે, જે જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકના ઉત્પાદનને વધારવા માટે તૈયાર  કરવામાં આવ્યા છે. એગ્રોસિલના લોન્ચનો ઉદ્દેશ્ય ખેડૂતોને નવીન વધુ ઉત્પાદન આપતી ટોક્સિન-ફ્રી પ્રોડક્ટસ આપવાનો છે જે ટકાઉ ખેતી પદ્ધતિઓમાં મોટો ફાળો આપે છે અને ઉત્પાદકતામાં વધારો કરે છે.

રૂ. 40 કરોડની રેવન્યુ અને 14 ટકાની નફારાકતા સાથે કંપની આગામી વર્ષે રૂ.100 કરોડનો આશાવાદ ધરાવે છેકંપની નેટવર્ક ગુજરાત, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રમાં વધારી રહી છે
કંપની હાલમાં જુનાગઢ ખાતે રિસર્ચ સેન્ટર અને ભરૂચ પાસે ધરાવે છેકંપની ગુજરાત અને મહારાષ્ટ્રમાં રૂ. 60 કરોડના રોકાણ સાથે બે પ્લાન્ચ સ્થાપી રહી છે

વડોદરા માં તેની કોર્પોરેટ ઓફિસ સાથે કંપની હાલમાં 300 થી વધુ ડીલરોના નેટવર્ક દ્વારા કાર્યરત છે અને આવતા વર્ષની માં  તેને 500 ડીલર સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. આ વૃદ્ધિથી સમગ્ર ભારતમાં એગ્રોસિલ પ્રોડક્ટસની ઉપલબ્ધતાને મજબૂત બનાવવાની અપેક્ષા છે, જેનાથી તે દેશભરના ખેડૂતો માટે વધુ સુલભ બનશે.

કંપનીના વિસ્તરણ અને પ્રોડક્ટ લોન્ચ વિશે બોલતા, એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડના સીએમડી ડૉ. નરેન્દ્ર ઘેલાણીએ જણાવ્યું કે, “એગ્રોસિલની સાથે અમારું મિશન ફક્ત નવી પ્રોડક્ટસ લોન્ચ કરવાનું નથી; તે ટકાઉ અને જવાબદાર ખેતી માટે એક ચળવળ ચલાવવાનું છે. અમે સ્વચ્છ માટી અને સ્વચ્છ ખોરાક માટે પ્રતિબદ્ધ છીએ, જેથી ખેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવી રાખીને ઉત્પાદકતા વધારવા માટે શ્રેષ્ઠ ઉકેલો મળે. નવા બજારોમાં અમારા વિસ્તરણ અને વધતા ડીલર નેટવર્ક સાથે અમે વધુ ખેડૂતો સુધી પહોંચવાનો અને સારા ભવિષ્ય માટે ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવામાં તેમને ટેકો આપવાનો ધ્યેય રાખીએ છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “એગ્રીકોન ન્યુટ્રીટેક આ પહેલ આપણા માનનીય વડાપ્રધાનના રસાયણમુક્ત ખાતરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ ને અનુરૂપ કરી રહ્યું છે. આ ફક્ત કૃષિ વિશે નથી – તે ભારતીય સંસ્કૃતિમાં મૂળ રહેલા સશક્તિકરણ, ઝેરમુક્ત ખેતીને ટેકો આપવા અને કેન્સરમુક્ત જીવન તરફ કામ કરવા વિશે છે. આપણે એક સ્વસ્થ, વધુ આત્મનિર્ભર ભારતના નિર્માણના આ રાષ્ટ્રીય મિશનમાં યોગદાન આપવા બદલ અમને ગર્વ છે.”

એગ્રોસિલનું લોન્ચ એગ્રીકોન ન્યુટ્રીટેક માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે ભારતીય કૃષિમાં ટકાઉપણું, નવીનતા અને ખેડૂત સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસો ચાલુ રાખે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)