એક્સેન્ટ માઇક્રોસેલે SME IPO માટે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 6 નવેમ્બર : સેલ્યુલોઝ-આધારિત એક્સિપિયન્ટ્સના નિર્માતા એક્સેન્ટ માઇક્રોસેલ લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપનીની ઓફરમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 56,00,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશૂઅન્સ સામેલ છે.
અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ક્રોસકાર્મેલોઝ સોડિયમ (સીસીએસ), સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ (એસએસજી) અને કાર્બોક્સિમિથાઇલસેલ્યુલોઝ (સીએમસી)ના ઉત્પાદન માટે નવાગામ ખેડામાં નવા પ્લાન્ટની સ્થાપના તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરશે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત કુલ રકમમાંથી રૂ. 48.39 કરોડનું રોકાણ વર્તમાન નાણાકીય વર્ષ તથા નાણાકીય વર્ષ 2025માં યુનિટ 3ની સ્થાપના માટે રૂ. 6 કરોડનું રોકાણ કરાશે.
કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સ
કંપની મુખ્યત્વે માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ (એમસીસી)નું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ વ્યાપકરૂપે ફાર્માસ્યુટિકલ, ન્યુટ્રાસ્યુટિકલ, ફૂડ, કોસ્મેટિક તેમજ બીજા ઉદ્યોગોમાં એપ્લીકેશનની વિશાળ શ્રેણી સાથે ટેક્સચરાઇઝર, એન્ટીકેકિંગ એજન્ટ, બાઈન્ડર, લુબ્રિકન્ટ, બલ્કિંગ એજન્ટ અને ડાઇલ્યુટન્ટ તરીકે થાય છે. એમસીસી ઉપરાંત કંપની ક્રોસકાર્મેલોઝ સોડિયમ (સીસીએસ) અને મેગ્નેશિયમ સ્ટીઅરેટ (એમએસ)નું પણ ઉત્પાદન કરે છે.
કંપની વિવિધ અંતિમ વપરાશકર્તાઓ, વેપારીઓ અને નિકાસકારોને પૂરી પાડે છે અને તે યુએસએ, કેનેડા, જર્મની અને અન્ય ઘણા લોકો સહિત 45 થી વધુ દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરે છે.
એક્સેન્ટ માઇક્રોસેલ લિમિટેડના પ્રમોટર અને ચેરમેન વસંત વી. પટેલે જણાવ્યું હતું કે, અમારી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ, વ્યૂહાત્મક ઉત્પાદન સુવિધાઓ તથા કાચા માલની પ્રાપ્તિ માટે મજબૂત સપ્લાયરના આધારથી અમે ઇન્ડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ ઉપસ્થિતિ ધરાવીએ છીએ. ફાર્માસ્યુટિકલ, પર્સનલ કેર, કોસ્મેટિક, ફૂડ અને બેવરેજ ઇન્ડસ્ટ્રીઝમાં માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝના ઉપયોગથી અમારા ઉત્પાદનોની માગ વધી છે. અમારી ક્ષમતાઓમાં વધારો કરવા આઇપીઓમાંથી એકત્ર થયેલા ભંડોળ દ્વારા ક્રોસકાર્મેલોઝ સોડિયમ (સીસીએસ), સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ અને કાર્બોક્સિમિથાઇલસેલ્યુલોઝ (સીએમસી) ના ઉત્પાદન માટે ગુજરાતમાં નવાગામ ખેડા ખાતે એક નવો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહ્યા છીએ. એપ્રિલ 2025 સુધીમાં નવી સુવિધા કાર્યરત થવાની ધારણા છે.
ઇશ્યૂના લીડ મેનેજર્સઃ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તથા કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે.