ક્રિસિલે લાંબા ગાળાની ક્રેડિટ ફેસિલિટીઝને “CRISIL BB+/ Stable” રેટિંગ આપ્યું

અમદાવાદ, 3 મેઃ અજૂની બાયોટેક લિમિટેડને ક્રિસિલ લિમિટેડે કંપનીની લાંબા ગાળાની ક્રેડિટ ફેસિલિટીઝને “CRISIL BB+/ Stable” રેટિંગ આપ્યું છે. આ અપગ્રેડ રિસ્ક પ્રોફાઇલ, રેવન્યુ સ્ટ્રીમ્સ અને ઓપરેશનલ પ્રોફિટાબિલિટી સુધારવાના કંપનીના હાલના પ્રયાસોને દર્શાવે છે. તે કંપનીના પ્રમોટર્સની નોંધપાત્ર કુશળતા, મજબૂત ગ્રાહક ભાગીદારીઓ અને સાનુકૂળ ફાઇનાન્શિયલ રિસ્ક સ્થિતિ સૂચવે છે. કંપનીને અસ્થિર રો મટિરિયલ કિંમતોની સંભવિત અસરનો અંદાજ છે છતાં તેઓ આવા જોખમોને મેનેજ કરવા તથા ઓછા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

રાઇટ્સ ઇશ્યૂની રેકોર્ડ તા.7 મે
રાઇટ્સ ઇશ્યૂ ખૂલશે21મે
રાઇટ્સ ઇશ્યૂ બંધ થશે31 મે
રાઇટ્સની વિગત1:1 (એક શેરે એક શેર)
ઇશ્યૂ પ્રાઇસરૂ.5
ઇશ્યૂ સાઇઝ4000 લાખ

રાઇટ્સ ઇશ્યૂની વિગતોમાં રેકોર્ડ તારીખ 7 મે, 2024 છે અને ઇશ્યૂ ખૂલવાની તારીખ 21 મે, 2024 તથા ઇશ્યૂ બંધ થવાની તારીખ 31 મે, 2024 નક્કી કરવામાં આવશે. માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 27 મે, 2024 હોઈ શકે છે.

રાઇટ્સ ઇશ્યૂ માટેનો રેશિયો દરેક એક ઇક્વિટી શેરની સામે એક ઇક્વિટી શેરનો રહેશે (1:1) જેમાં દરેક રાઇટ્સ ઇક્વિટી શેર દીઠ રૂ. 5ના ઇશ્યૂ પ્રાઇઝ રહેશે. ઇશ્યૂ સાઇઝ રૂ. 4,000 લાખની છે અને પેમેન્ટ્સની શરતોમાં અરજી કરવા પર ઇક્વિટી શેરદીઠ રૂ. 5.00ની સંપૂર્ણ રકમ ચૂકવવાની રહેશે. કંપનીના પ્રમોટર પણ રાઇટ્સ ઇશ્યૂમાં ભાગ લઈ રહ્યા છે.

એરિયાઃ 87,000 ચોરસ ફૂટ, સ્થળઃ પંજાબમાં ખન્નામાં જી. ટી. રોડ (હાલના પ્લાન્ટની નજીક), મૂડી ખર્ચઃ રૂ. 16.50 કરોડ રહેશે.

આ નવું યુનિટ નીચેના પ્રોત્સાહનો માટે લાયક ઠરશેઃ

ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમઃ ભારત સરકારના પશુપાલન મંત્રાલય દ્વારા ઓફર કરાતી પ્યોર વેજ કેટલ ફીડ ઇન્ડસ્ટ્રીને 3 ટકા ઇન્ટરેસ્ટ સબવેન્શન, નેશનલ લાઇવસ્ટોક મિશન સ્કીમઃ ભારત સરકાર દ્વારા ઓફર કરાતી રૂ. 50 લાખની કેપિટલ સબસિડી. જીએસટી મુક્તિઃ પ્યોર વેજ કેટલ ફીડ મેન્યુફેક્ચરર્સને 100 ટકા જીએસટી મુક્તિ મળેલી છે. પ્રોપર્ટી ટેક્સમાં મુક્તિઃ પંજાબ સરકાર દ્વારા ઓફર કરાતી 10 વર્ષ માટેની 100 ટકા પ્રોપર્ટી ટેક્સ મુક્તિ. ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી મુક્તિઃ પંજાબ સરકાર દ્વારા ઓફર કરાતી કોમર્શિયલ પ્રોડક્શનના શરૂઆતથી સાત વર્ષ સુધી. સ્ટેમ્પ ડ્યૂટીની ભરપાઈઃ પંજાબ સરકાર દ્વારા 100 ટકા સ્ટેમ્પ ડ્યૂટીની ભરપાઈ કરવામાં આવશે.. લેબ ઇક્વિપમેન્ટ પરના ખર્ચઃ પંજાબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 5 લાખ સુધીના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. એનર્જી ઓડિટ પર સબસિડીઃ પંજાબ સરકાર દ્વારા ઓફર કરવામાં આવતો મહત્તમ રૂ. 2 લાખની મર્યાદામાં એનર્જી ઓડિટ પરનો 75 ટકા ખર્ચ . વોટર એન્ડ સેફ્ટી ઓડિટઃ પંજાબ સરકાર દ્વારા વોટર એન્ડ સેફ્ટી ઓર્ડર પર રૂ. 1 લાખની સબસિડી. ઈટીપી પર સબસિડીઃ પંજાબ સરકાર દ્વારા રૂ. 25 લાખ સુધીના ખર્ચની ભરપાઈ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)