પુણે, 16 ઓગસ્ટ: એમક્યોર ફાર્માસ્યુટીકલ્સે 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થતાં ત્રિમાસિક માટે તેના અન-ઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર સ્થાનિક બિઝનેસ 14 ટકા વધી રૂ. 909 કરોડ નોંધાયો છે, જે તેની કુલ કમાણીમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, યુરોપમાં 8.6 ટકાના ટકાઉ ગ્રોથ સાથે કંપનીના બેઝ બિઝનેસનો માર્કેટ હિસ્સો વધ્યો છે. એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ લિ.ના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સતિષ મહેતાએ જણાવ્યું કે, હાલમાં જ કરવામાં આવેલા ઈનઓર્ગેનિક એડિશન- સનોફી ઈન ઈન્ડિયા અને કેનેડામાં મંત્રા સંપૂર્ણપણે સંકલિત થઈ ગયા છે.

નાણાકીય પર્ફોર્મન્સ (કોન્સોલિડેટેડ)

રૂ. કરોડ1Q251Q24YOY4Q24QOQ
આવક1,8151,55616.6%1,7712.5%
EBITDA36031115.8%32311.3%
EBITDA%19.8%20.0%18.2%
PBT2071918.4%16724.2%
PAT1531418.2%12125.9%
PAT%8.4%9.1%6.8%

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)