પ્રાઈમરી માર્કેટને ફર્સ્ટ પ્રેફરન્સ આપતાં રોકાણકારો: Rs. 1 લાખ કરોડના 70થી વધુ IPO પાઇપલાઇનમાં
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં IPO મારફત ફંડ એકત્રિકરણ 26 ટકા ઘટ્યું
ચાલુ નાણાકીય વર્ષમાં યોજાયેલા સૌથી મોટા આઈપીઓ
આઈપીઓ | ઈશ્યૂ સાઈઝ |
Mankind Pharma | ₹ 4,326 crore |
JSW Infrastructure | ₹2,800 crore |
RR Kabel | ₹1,964 crore |
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ બમ્પર રિટર્ન આપનારાં પુરવાર થઇ રહ્યા છે. ખાસ કરીને ડે વનથી મોટાભાગના આઇપીઓનું પોઝિટીવ લિસ્ટિંગ તેમજ રોકાણકારોનો બહોળો પ્રતિસાદને જોતાં આગામી છ માસમાં 70થી વધુ કંપનીઓ આઈપીઓ હેઠળ અંદાજિત 1 લાખ કરોડનું ફંડ એકત્રિત કરી શકે છે. જેમાં રૂ. 38 હજાર કરોડના 28 આઈપીઓએ સેબીની મંજૂરી મેળવી લીધી છે. જ્યારે બાકીના રૂ. 44 હજાર કરોડના 41 આઈપીઓ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ આઈપીઓ લાવવા માટે ડ્રાફ્ટ ફાઈલિંગની પ્રક્રિયા જારી હોવાનું પ્રાઈમડેટાબેઝના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. જેને ધ્યાનમાં લેતાં કુલ 1 લાખ કરોડના આઈપીઓ આગામી છ માસમાં યોજાય તેવી શક્યતા છે.
સેકેન્ડરી માર્કેટની વર્તમાન વોલેટિલિટી વચ્ચે મજબૂત લિસ્ટિંગના કારણે આગામી 3થી 4 માસમાં અનેક આઈપીઓ ખૂલી શકે છે. જો કે, લોકસભા ચૂંટણીમાં નવા આઈપીઓ વિરામ લઈ શકે છે.– – પ્રાઈમડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણ હલદિયા
ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસમાં કુલ 31 કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 26300 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. જે ગતવર્ષની સમાન સમયગાળાની તુલનાએ 26 ટકા ઘટ્યું છે. 2022-23માં 14 આઈપીઓએ રૂ. 35456 કરોડનું ફંડ ઉઘરાવ્યું હતું. જો કે, તે સમયે દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ યોજાયો હતો.
જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા આઈપીઓમાં 40 ટકા રિટર્ન
શેરબજારના ખરાબ માહોલ વચ્ચે ગઈકાલે લિસ્ટેડ જેએસડબ્લ્યૂ ગ્રુપની ફ્લેગશિપ કંપની જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર્સ આજે પણ તેજીમાં રહ્યા હતાં. જેના પગલે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 119 સામે આજે 165 પર બંધ આપતાં માત્ર બે દિવસમાં રોકાણકારોને 38.55 ટકા રિટર્ન આપ્યું છે. આજે શેર 4.90 ટકા વધ્યા હતાં. જે ઈન્ટ્રા ડે 168.80ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા.
આઈપીઓની એવરેજ ડીલ સાઈઝ 848 કરોડ રહી હતી. ઉલ્લેખનીય છે, પ્રથમ છ માસમાં યોજાયેલા કુલ 31 આઈપીઓમાંથી 21 આઈપીઓ માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જ યોજાયા હતા.
રોકાણકારોને આઈપીઓદીઠ સરેરાશ 30 ટકા રિટર્ન
પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓએ ધૂમ મચાવતાં રોકાણકારોને સરેરાશ 29.44 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. જે ગત નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં 11.56 ટકા કરતાં બમણાથી વધ્યું છે. જેમાં 20 આઈપીઓએ 10 ટકાથી વધુ રિટર્ન આપ્યુ છે. આઈડિયા ફોર્જ ટોપ પર્ફોર્મર તરીકે 93 ટકા, ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક 92 ટકા, નેટવેબ ટેક્નોલોજીસ 82 ટકા રિટર્ન આપી શક્યો છે. જ્યારે 27 આઈપીઓ ગઈકાલના બંધ સામે ઈશ્યૂ પ્રાઈઝ કરતાં નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.