નવી દિલ્હી, 10 એપ્રિલઃ અનિલ અંબાણી જૂથની Reliance Infraને સુપ્રીમ કોર્ટે વધુ એક ઝાટકો આપવા સાથે Reliance Infraની પેટા કંપનીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આર્બિટ્રેશન એવોર્ડ પેટે રૂ. 8000 કરોડ વળતર ચૂકવવાનો આદેશ અટકાવ્યો છે. પરિણામે રિલાયન્સ ઈન્ફ્રાનો શેર આજે 20 ટકા તૂટ્યો હતો અને બંધ સમયે BSE ખાતે 19.99 ટકાની લોઅર સર્કિટ સાથે 227.40ની સપાટીએ બંધ રહ્યો હતો.

અગાઉ કરવામાં આવેલી ચૂકવણીના તમામ રિફંડ કરવા નિર્દેશ કરતાં ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે DMRC દ્વારા આર્બિટ્રેશન એવોર્ડ રદ કરવા માટેની અપીલને મંજૂરી આપી હતી.

DMRCની કુલ જવાબદારી રૂ. 8009.38 કરોડ છે, જેમાંથી તેણે રિલાયન્સ ઈન્ફ્રાની પેટા કંપની DAMEPLને રૂ. 1678.42 કરોડ ચૂકવ્યા હતા. અનિલ અંબાણીની માલિકીની DAMEPLએ 22.7 કિમી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ જારી રાખવામાં આવતાં સુરક્ષા વિશે ચિંતાનો માહોલ સર્જાયો છે. DMRCએ ઓક્ટોબર, 2012માં કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. DMRCએ 11 મે, 2017ના રોજ રિલાયન્સ એનર્જી લિ. (હાલ Reliance Infra) અને કોન્સ્ટ્રક્સન્સ વાય ઓક્સિઅર ડે ફેરાકારિલ્સ સાના કોન્સોર્ટિયમ વિરૂદ્ધ DMRC આર્બિટ્રેશન એવોર્ડ આપ્યો હતો.

ટ્રિબ્યુનલે તપાસમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં સ્ટ્રક્ચરમાં ખામી હતી. DMRCએ આ મામલે 90 દિવસની અંદર કોઈ અસરકારક પગલાં ન લેતાં ટ્રિબ્યુનલે DMRCને કરાર રદ કરવા ભલામણ કરી હતી. બાદમાં કેસ દિલ્હી હાઈકોર્ટમાં ગયો હતો. અને તેના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)