મુંબઇ, 14 જૂનઃ કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ એ ન્યૂ એજ પોટેન્શિયલ લાઇફ સાયન્સ એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ સપ્લાય કરવા જાપાનની અગ્રી સ્પેશ્યાલિટી કેમિકલ કંપની સાથે આગામી પાંચ વર્ષ માટે 265 મિલિયન ડોલર (રૂ. 2186 કરોડ)ની આવકનાં ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રોડક્ટ આગામી 18 મહિના સુધી વેલિડેશન તબક્કામાં રહેશે અને સફળ વેલિડેશન બાદ CY2025થી સપ્લાય શરૂ થશે. આ પ્રોડક્ટનું ઉત્પાદન અમારી હાલની મલ્ટીપરપઝ ઉત્પાદન સુવિધાઓમાં કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ અંગે બોલતા અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઇએ જણાવ્યું હતું કે, અમે અમારી જાપાનીઝ બિઝનેસ ડેવલપમેન્ટ ટીમની મદદથી જાપાનની અગ્રણી સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીને ન્યૂ એજ પોટેન્શિયલ લાઇફ સાયન્સ એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટનાં પ્રાથમિક ગ્લોબલ સપ્લાયર હોઈશું.