એપીએમ ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો 62 ટકા વધી રૂ. 1,096.75 મિલિયન
પીપાવાવ, 9 ઓગસ્ટ: એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,096.75 મિલિયનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 678.26 મિલિયનના ચોખ્ખા નફા કરતાં 62 ટકાનો વધારો દર્શાવે છે.રૂ. 2,149.18 મિલિયનની સરખામણીએ કામગીરીથી આવક રૂ. 2,459.76 મિલિયન થઈ હતી. રૂ. 1,058.42 મિલિયનની કન્સોલિડેટેડ એબિટા વધીને રૂ. 1,495.39 મિલિયન થઈ હતી. એબિટા માર્જિન 61 ટકા રહ્યું હતું જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં 49 ટકા હતું.ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રો-રો હેઠળનું વોલ્યુમ 14,000 યુનિટ્સ હતું તે વધીને 39,000 યુનિટ્સ અને લિક્વિડ વોલ્યુમ 31.80 ટકા વધીને 3,45,000 એમટી થયું હતું. કન્ટેનર વોલ્યુમ 1,65,000 ટીઈયુ અને ડ્રાય બલ્ક વોલ્યુમ 5,52,000 એમટી હતું. ઓપરેશનલએપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખા નફામાં નોંધપાત્ર 62 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિને આવકમાં મજબૂત વધારો અને તંદુરસ્ત એબિટા માર્જિન દ્વારા પ્રોત્સાહન મળ્યું છે.