અદાણીપોર્ટસ: EBITDA 49% ઉછાળો, આવક 26% વધી
અમદાવાદ, 10 નવેમ્બર: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ તા.૩૦સપ્ટેમ્બર૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાના પરિણામો જાહેર કર્યાછે. APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમય દરમિયાન અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને આત્યાર સુધીની સૌથી વધુ રુ. ૧૨,૮૯૪ કરોડની આવક, રુ.૭,૪૨૯ કરોડ EBITDA અને ૨૦૩ મિલિયન મેટ્રિક ટન કાર્ગો વોલ્યુમ નોંધાવી છે. કંપનીના તમામ પોર્ટ ઉપર કામકાજની કાર્યદક્ષ શૈલીમાં સતત સુધારાના પરિણામે અમારા દેશના સ્થાનિક બંદરોનો EBITDA 220 bpsના સુધારા સાથે વાર્ષિક ધોરણે ૭૨% રહ્યો છે.
Particulars | H1 FY24 | H1 FY23 | Y-o-Y Change |
Cargo (MMT) | 202.6 | 177.5 | 14% |
Revenue | 12,894 | 10,269 | 26% |
EBITDA# | 7,429 | 4,980 | 49% |
PAT | 3,881** | 2,915 | 33% |
વિક્રમજનક આ કામગીરીનો સિલસિલો ઓક્ટોબરમાં પણ જળવાઇ રહેતા APSEZના કાર્ગો સંચાલનના વોલ્યુમમાં ૪૮%નો જોરદાર ઉછાળો આવતા તે માસિક ૩૭ મિલિયન મેટ્રિક ટનના તેના અસ્તિત્વમાં સૌથી ઉચા શિરમોર સ્થાને પહોંચી છે. અમારા ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટએ તેના સફળ સંચાલનના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને એક જ માસમાં અધધ કહી શકાય તેટલો ૧૬ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ પોર્ટ બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. વિક્રમરુપ YTD પ્રદર્શન સાથે APSEZ આસાનીથી એક પૂરા વર્ષની આવક અને EBITDA ગાઈડન્સ હાંસલ કરવાના સ્થાને આરુઢ થઈ છે.મધ્યમથી લાંબાગાળાની વૃધ્ધિ તરફ આગળ વધવાના તેના આયોજન મુજબ કંપની સંચાલકીય સૂઝ સાથે પગલા લઇ રહી છે. શ્રીલંકામાં અમારા નિર્માણાધિન પોર્ટ માટે USD 553 મિલિયનના ધિરાણનું યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (DFC) કમિટમેન્ટ પ્રાપ્ત થયું છે. અમારા લોજીસ્ટિક્સ બિઝનેસના વિસ્તરણે પણ ગતિ પકડી છે. આ માહિતી આપતા કરણ અદાણીએ ઉમેર્યું હતું કે આ અર્ધ વાર્ષિક સમય દરમિયાન APSEZએ તેના પોર્ટફોલિઓમાં મુંબઇ અને ઇદોર ખાતે ૧૧ રેઇક,લોની ICD અને વેરહાઉસ ઉમેર્યા છે. લોજીસ્ટિક્સ અસ્ક્યામતોના ઉપયોગમાં સુધારાના કારણે APSEZએ વાર્ષિક ધોરણે રેલ વોલ્યુમમાં 25%ની આકર્ષક વૃધ્ધિ સાથે અર્ધ વાર્ષિક ગાળામાં આજ સુધીનું સૌથી વધુ રેલ અને GPWIS વોલ્યુમ નોંધાવ્યું છે.