પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની APSEZની પહેલને કરવામાં આવી સન્માનિત
વિશ્વ પર્યાવરણ દિવસ પર, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ(APSEZ)ને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી (વન અને પર્યાવરણ) જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) દ્વારા તેની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલ માટે સ્વીકૃતિ આપી સન્માનિત કરવામાં આવી છે. APSEZને આ સન્માન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની આસપાસના ગામોમાં પ્લાસ્ટિક કચરાના સંકલન અને તેના સસ્ટેનેબલ નિકાલ મામલે દ્રષ્ટાંતરૂપ કામ કરવા માટે આપવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્નેહલ જરીવાલા, (હેડ-એન્વાયરમેન્ટ, APSEZ અને મુન્દ્રાના નાના કપાયા ગામના સરપંચ APSEZ ટીમ વતી આ પ્રશંસાનો પત્ર મળ્યો હતો. ‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ના વિચારને આચરણમાં મૂકીને APSEZ દ્વારા આ પહેલની શરૂઆત વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. APSEZ એ “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ”ના પોતાના લક્ષ્યને મેળવવા માટે ‘5R’ એટલે કે રિડ્યુસ-રિપ્રોસેસ-રિયુઝ-રિસાયકલ-રિકવર પર આધાર રાખીને વેસ્ટ મેનેજમેન્ટના પોતાના લક્ષ્યને હાંસલ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ કોઇ પણ નક્કર/પ્લાસ્ટિક વેસ્ટને લેન્ડફિલ કે સળગાવવા માટે મોકલવામાં આવતો નથી, તેના બદલે તે કચરાનો કેવી રીતે ફરીથી ઉપયોગ કરી શકાય, તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.