Archean Chemical 12.5 ટકા પ્રિમિયમે, ફાઈવ સ્ટાર બિઝનેસ 3% પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં પ્રોફીટ બુકિંગ અને સેલિંગ પ્રેશર વચ્ચે પણ આજે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા બે આઇપીઓ પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયા હતા.
Archean Chemicalમાં રૂ. 51 પ્રિમિયમે લિસ્ટિંગ
બીએસઈ ખાતે આર્કિયન કેમિકલ્સનો આઈપીઓ રૂ. 407ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 449ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 476.05 અને નીચામાં રૂ. 440.05ની સપાટીએ રહ્યા બાદ છેલ્લે રૂ. 50.95 (12.52 ટકા) પ્રિમિયમ સાથે રૂ. 457.95ની સપાટીએ બંધ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં આર્કિયન કેમિકલ્સના શેરદીઠ રૂ. 120 પ્રિમિયમ બોલાયા હતા. આર્કિયન કેમિકલ રૂ. 407ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 1462.31 કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી હતી. જે રિટેલ 9.96 ગણા સાથે કુલ 32.23 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 48.91 ગણો, જ્યારે એનઆઈઆઈ 14.90 ગણો ભરાયો હતો.
ફાઈવ સ્ટાર બિઝનેસ રૂ. 15.50 પ્રિમિયમે લિસ્ટેડ
ફાઈવ સ્ટાર બિઝનેસના રૂ.1593.45 કરોડના આઈપીઓએ બીએસઈ ખાતે શરૂઆતમાં 5.07 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યુ હતું. જેની ઈશ્યૂ પ્રાઈઝ 474 હતી. 449.95એ ખૂલ્યા બાદ ઘટી 448.20ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. જો કે, બાદમાં લેવાલીનું પ્રમાણ વધતાં 539.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. છેલ્લે રૂ. 15.50 (3.27 ટકા) પ્રિમિયમ સાથએ રૂ. 489.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફાઈવ સ્ટાર બિઝનેસ આઈપીઓ રોકાણકારોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આઈપીઓ માટે માત્ર 70 ટકા જ બિડ ભરાયા હતા. ક્યુઆઈબી ફુલ્લી 1.77 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. જ્યારે રિટેલ 11 ટકા અને એનઆઈઆઈ 61 ટકા જ ભરાયો હતો. ગ્રે માર્કેટમાં તેના પ્રિમિયમ રૂ. 5થી 7 સુધી ડિસ્કાઉન્ટ થયા હતા.