અમદાવાદ, 2 ઓગસ્ટ: રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડે (એએસએલ) અમદાવાદમાં બે મોટા હોરીઝોન્ટલ (પ્લોટ અને વિલા) મલ્ટિયુઝ, ગોલ્ફ થીમ આધારિત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કર્યા છે, જેનો કુલ અંદાજિત વિસ્તાર 704 એકર છે અને રૂ. 2,300 કરોડના વેચાણની સંભાવના ધરાવે છે. આ પ્રોજેક્ટ્સ દક્ષિણ અમદાવાદમાં સ્થિત છે અને અમદાવાદમાં એએસએલનો 17મો અને 18મો પ્રોજેક્ટ હશે. બંને પ્રોજેક્ટ પર જોઈન્ટ ડેવલપમેન્ટ મોડલ હેઠળ સાઈન કરવામાં આવ્યા છે જે ઓછી મૂડીની તીવ્રતા અને વધુ વળતરને સક્ષમ કરે છે.

અમદાવાદમાં પ્લોટેડ ડેવલપમેન્ટ/વીકએન્ડ હોમ્સ માટે દક્ષિણ અમદાવાદ એક આશાસ્પદ માઇક્રો-માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. અરવિંદ સ્માર્ટસ્પેસીસના મેનેજિંગ ડિરેક્ટર કમલ સિંગલે જણાવ્યું હતું કે, અરવિંદ સ્માર્ટસ્પેસીસે સમગ્ર અમદાવાદ પ્રદેશમાં 18 પ્રોજેક્ટ ઉમેર્યા છે જેમાં 8 પ્રોજેક્ટ પહેલેથી જ ડિલિવર થઈ ચૂક્યા છે અને 10 વિકાસના વિવિધ તબક્કામાં છે. રોગચાળા પછી પોતાની જમીનની માલિકી પ્રત્યેનો લગાવ પણ વધ્યો છે. વધુમાં, પ્લોટિંગ સેગમેન્ટમાં બિલ્ટ-ટુ-સુટ સુવિધા ગ્રાહકોને વધુ ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે.