અમદાવાદ, 27 એપ્રિલ: એશિયન એનર્જી સર્વિસિસ લિમિટેડ (AESL) ને તાજેતરમાં ઓઈલમેક્સ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ(OEPL) પાસેથી ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર ઈન્દ્રોડામાં 50% પાર્ટિસિપેટીંગ ઇન્ટરેસ્ટ (PI) મેળવવા સાથે આગળ વધવા માટે શેરધારકોની મંજૂરી મળી છે.. AESL એ PI મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ભારત સરકાર પાસેથી તમામ જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા કરી હતી. ઓઇલમેક્સ એનર્જી એ એશિયન એનર્જીની મૂળ કંપની છે જેનું એશિયન એનર્જીમાં 61.25% ઇક્વિટી હોલ્ડિંગ છે.

એશિયન એનર્જી સર્વિસિસ લિમિટેડ (AESL) એ એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે જે સમગ્ર અપસ્ટ્રીમ વેલ્યુ ચેનમાં વિસ્તરેલી છે. AESL દ્વારા 2D અને 3D સિસ્મિક જીઓફિઝિકલ ડેટા એક્વિઝિશન, કોલ હેન્ડલિંગ પ્લાન્ટ્સ અને રેપિડ લોડિંગ સિસ્ટમ્સનો સંકલિત સપ્લાય અને ઇન્સ્ટોલેશન, તેમજ ઓઇલ અને ગેસ ઉત્પાદનની ઓનશોર અને ઑફશોર સુવિધાઓમાં પ્રોડક્શન્સનો સપ્લાય, કમિશનિંગ અને ઇન્ટિગ્રેટેડ ઑપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ (O&M) સહિતની સેવાઓ આપવામાં આવે છે. OEPL દ્વારા તેના સંપાદન બાદ AESL એ તેના રોકાણકારો અને શેરધારકો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ માટે, એનર્જી અને અપસ્ટ્રીમ ઓઇલ અને ગેસ વેલ્યુ ચેઇનમાં વધુ મૂલ્ય મેળવવા માટે તેના બિઝનેસ વર્ટિકલ્સમાં વૈવિધ્યીકરણ કર્યું છે.

વર્ષના અંત સુધીમાં ઉત્પાદનને 300 BOEPD સુધી વધારવામાં સક્ષમ

ઓઇલમેક્સ એનર્જી પ્રા. લિ.ના  સ્થાપક, ચેરમેન અને ડિરેક્ટર તેમજ એશિયન એનર્જી સર્વિસિસ લિમિટેડના ડિરેક્ટર કપિલ ગર્ગે જણાવ્યું કે, અમે પહેલેથી જ 3 અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ઇન્દ્રોડા ખાતે ધાર્યા કરતાં વધુ સારા પરિણામો હાંસલ કર્યા છે. આ વર્ષના અંત સુધીમાં ઉત્પાદનને 300 BOEPD સુધી વધારવામાં સક્ષમ થવાની અપેક્ષા રાખીએ છીએ. ઇન્દ્રોડા ક્ષેત્ર નજીકના ભવિષ્યમાં સરેરાશ 700 BOEPDથી પણ વધુ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. OEPL ને 1લી એપ્રિલ, 2023 થી ઇન્દ્રોડા ક્ષેત્ર સોંપવામાં આવ્યું હતું અને OEPL એ ઉત્પાદન ઑપ્ટિમાઇઝેશન તકનીકો દ્વારા માત્ર 20 દિવસના રેકોર્ડ સમયમાં દૈનિક સરેરાશ ઉત્પાદનમાં 50% વધારો હાંસલ કર્યો છે.