ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક એથર એનર્જીની IDFC બેંક સાથે ભાગીદારી
બેંગ્લોર:પ્રથમ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક કંપની એથર એનર્જી ઇન્ડિયાએ IDFC બેંક સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. હવે ગ્રાહકોને EV ફાઇનાન્સિંગ વિકલ્પની સેવા પણ મળશે. આ યોજના ગ્રાહકોને સંબંધિત શહેરમાં લાગુ પડતા રોડ પ્રાઇઝના 5 % જેટલા ઓછા ડાઉન પેમેન્ટ સાથે Ather 450X અથવા 450 Plus ખરીદવાનો ઓપ્શન મળશે. જો કે, E2W સ્પેસમાં પ્રથમ વખત IDFCએ 48 મહિનાની લોન મુદતમાં આ બધું ઓફર કરી રહી છે, જેનાથી EMI પણ સરળ બનશે. એટલું જ નહીં ગ્રાહકો 45 મિનિટમાં મંજૂરી મળશે અને ઝીરો પ્રોસેસિંગ ફી છે. ગ્રાહકો તેમના જૂના સ્કૂટર અથવા મોટરસાઇકલને ઝીરો ડાઉન પેમેન્ટ પર બદલી શકે છે. એથર એનર્જીના ચીફ બિઝનેસ ઓફિસર રવનીત એસ. ફોકેલાએ કહ્યું કે, આ યોજના એથરના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર પ્રથમવાર 48 મહિનાની મુદત ઓફર કરે છે. હવે આ સ્કીમ સાથે Ather 450X ખરીદનાર ગ્રાહકને 125cc સ્કૂટર ધરાવવા જેટલો જ માસિક ખર્ચ થશે.
ઑન-રોડ સક્રિય એથર સ્કૂટર્સની સંખ્યામાં 202% Y-o-Y વૃદ્ધિ (એપ્રિલ-ઑક્ટોબર)
Ather Energyએ ઑક્ટોબર 2022માં 8,213 એકમોની ડિલિવરી કરીને તેનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ નોંધાવ્યું હતું. ભારતના 55 શહેરોમાં 600 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યા છે અને FY23ના અંત સુધીમાં 1400 Ather ગ્રીડ ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવે છે. કંપની માર્ચ 2023 સુધીમાં 100 શહેરોમાં તેની રિટેલ હાજરીને 150 આઉટલેટ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે.