એક્સિસ મ્યુ. ફંડે CRISIL-IBX AAA Bond Fina. Services –Sep27 Index Fund લોન્ચ કર્યું
મુંબઈ, 11 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવી ફંડ ઓફર AXIS CRISIL-IBX AAA Financial Servies – Sep 2027 Index Fund લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ CRISIL-IBX AAA Financial Services Index – Sep 2027ના ઘટકોમાં રોકાણ કરતું ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે જે મધ્યમ વ્યાજ દર જોખમ અને એકંદરે ઓછું ધિરાણ જોખમ ધરાવે છે. આ નવું ફંડ CRISIL-IBX AAA Financial Services Index – Sep 2027ને અનુસરશે. ફંડમાં લઘુતમ રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશ. હાલ એક્ઝિટ લોડ શૂન્ય છે.
આ સ્કીમમાં રોકાણનો હેતુ ફી અને ખર્ચ પહેલા રોકાણ વળતર પૂરા પાડવાનો છે જે CRISIL-IBX AAA Financial Services Index – Sep 2027 દ્વારા રજૂ કરાતી સિક્યોરિટીઝના કુલ વળતરને ઘનિષ્ઠપણે પ્રતિસાદ આપે છે જે ટ્રેકિંગ ભૂલો કે ટ્રેકિંગ તફાવતને આધીન છે. જોકે સ્કીમના રોકાણ ઉદ્દેશો હાંસલ કરાશે તેવી કોઈ બાંયધરી આપી શકાય નહીં. સ્કીમ CRISIL-IBX AAA Financial Services Index – Sep 2027નું અનુસરણ કરતા ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રહેલા એસેટ્સના 95 ટકાથી 100 ટકા સુધીની રકમની ફાળવણી કરશે અને બાકીની રકમ તરલતાના હેતુઓ માટે ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાવામાં આવશે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) સબ્સ્ક્રીપ્શન માટે 08 નવેમ્બર, 2024થી 21 નવેમ્બર, 2024 સુધી ખુલ્લી રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)