AXIS મ્યુચ્યુઅલ ફન્ડે NIFTY G-SEC સપ્ટેમ્બર 2032 INDEX ફન્ડ લોન્ચ કર્યું
સ્કીમની સંભવિત મેચ્યોરિટી તારીખ | 30 સપ્ટેમ્બર, 2032 |
NFO તારીખ | 06 માર્ચથી 13 માર્ચ, 2023 |
લઘુતમ રોકાણ | રૂ. 5,000 અને તે પછી રૂ.1નાં ગુણાંકમાં |
ફન્ડ મેનેજર | આદિત્ય પગારિયા અને હાર્દિક શાહ |
એક્ઝિટ લોડ | શૂન્ય |
મુંબઇ, 3 માર્ચ: AXIS મ્યુચ્યુઅલ ફન્ડે નવી ફન્ડ ઓફર (NFO)-AXIS નિફ્ટી જી-સેક સપ્ટેમ્બર 2032 ઇન્ડેક્સની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ટારગેટ મેચ્યોરિટી ડેટ ઇન્ડેક્સ ફન્ડ છે, જે નિફ્ટી જી-સેક સપ્ટેમ્બર 2032 ઇન્ડેક્સનાં ઘટકોમાં રોકાણ કરે છે. આ નવા ફન્ડનું સંચાલન આદિત્ય પગારિયા અને હાર્દિક શાહ કરશે. લઘુતમ રોકાણ રકમ રૂ. 5,000 અને તે પછી રૂ.1નાં ગુણાંકમાં રહેશે. એક્ઝિટ લોડ શૂન્ય છે. ફન્ડનો રોકાણ હેતુ નિફ્ટી જી-સેક સપ્ટેમ્બર 2032 ઇન્ડેક્સમાં પ્રતિનિધિત્વ ધરાવતી સિક્યોરિટીઝમાં ખર્ચ પહેલાંના કુલ વળતર (ટ્રેકિંગ એરરને આધીન)ની સમકક્ષ વળતર પૂરું પાડવાનો છે. જો કે, સ્કીમનો રોકાણ હેતુ હાંસલ થશે તેની કોઇ ખાતરી નથી. NFO લોંચ અંગે ટિપ્પણી કરતા AXIS AMCના MD અને CEO ચંદ્રેશ નિગમે જણાવ્યું હતું કે, મધ્યમથી લાંબા ગાળાનું રોકાણ કરવા માંગતા રોકાણકારોને કમાણીની તક પૂરી પાડે છે. AXIS નિફ્ટી જી-સેક સપ્ટેમ્બર 2032 ઇન્ડેક્સ ફન્ડ રોકાણકારોને લઘુતમ ડિફોલ્ટ જોખમ સાથે હાઇ ક્વોલિટી પોર્ટફોલિયોમાં રોકાણની તક પૂરી પાડે છે. નવી લોંચ કરેલી સ્કીમ AXIS મ્યુચ્યુઅલ ફન્ડનાં પેસિવ ડેટ પોર્ટફોલિયોમાં મહત્વનો ઉમેરો હશે. ન્યૂ NFO 6 માર્ચથી 13 માર્ચ, 2023 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો છે.