એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ‘Axis NIFTY AAA Bond Financial Services – Mar 2028 Index Fund’ લોન્ચ કર્યું
ફંડની મુખ્ય બાબતોઃ બેન્ચમાર્કઃ Nifty AAA Financial Services Bond Mar 2028 Indexઅપેક્ષિત સ્કીમ મેચ્યોરિટી તારીખઃ 31 માર્ચ 2028એનએફઓ તારીખઃ 27 ફેબ્રુઆરી 2025થી 04 માર્ચ 2025લઘુતમ રોકાણઃ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાંફંડ મેનેજરઃ હાર્દિક શાહએક્ઝિટ લોડઃ શૂન્ય |
મુંબઈ, 28 ફેબ્રુઆરીઃ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની ન્યૂ ફંડ ઓફર AXIS Nifty AAA Bond Financial Services – Mar 2028 Index Fund લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે જે Nifty AAA Financial Services Bond Mar 2028 Index ના ઘટકોમાં રોકાણ કરે છે જે સામાન્ય વ્યાજ દર જોખમ અને એકંદરે ઓછું ક્રેડિટ રિસ્ક ધરાવે છે. આ નવું ફંડ Nifty AAA Financial Services Bond Mar 2028 Index benchmark ને અનુસરશે. લઘુતમ રોકાણ રકમ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે. ફંડમાં કોઈ એક્ઝિટ લોડ નથી અને એનએફઓ સમયગાળો 27 ફેબ્રુઆરી 2025થી 04 માર્ચ, 2025નો છે.
આ સ્કીમ તેની અંતર્ગત એસેટ્સના 95થી 100 ટકા રકમનું ઇન્ડેક્સનું અનુસરણ કરે તેવા ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે અને બાકીની રકમ તરલતા જાળવવા માટે ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકવામાં આવશે.
ફંડની મુખ્ય ખાસિયતોઃ ઇન્ડેક્સ YTM: અંતર્ગત ઇન્ડેક્સના આધારે મેચ્યોરિટી પર સ્પષ્ટ ઉપજ ઓફર કરવા માટે તૈયાર કરવામાં આવેલું આ ફંડ રોકાણકારોને સ્પેક્યુલેટિવ રિટર્ન પ્રોફાઇલ પૂરી પાડે છે. હાલમાં 25મી ફેબ્રુઆરી, 2025ના રોજ ઇન્ડેક્સનો YTM 7.69 ટકાએ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)