પૂણે, 5 ફેબ્રુઆરીઃ બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે તેના નવા ઇન્ડેક્સ આધારિત ફંડ બજાજ આલિયાન્ઝ લાઇફ નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી જે તેની યુલિપ પ્રોડક્ટ્સની સાથે ઉપલબ્ધ રહેશે. લાઇફ કવર ઉપરાંત આ નવું ફંડ યુલિપ ગ્રાહકોને પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને ઇન્ડેક્સ આધારિત રોકાણ અભિગમના લાભો મેળવવા માટે મોમેન્ટમ અને ક્વોલિટી પરિબળો સાથે મલ્ટીકેપ સ્ટોક્સના વિકાસની સંભાવનાઓનો લાભ લેવાની અનોખી તક પૂરી પાડશે. આ ફંડનો એનએફઓનો સમયગાળો 14 ફેબ્રુઆરી, 2025ના રોજ પૂરો થશે.

નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ નિફ્ટી 500 ઇન્ડેક્સ પરથી મોમેન્ટમ અને ક્વોલિટી પરિબળોના મિશ્રણ પર આધારિત પસંદગીના સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરેક કંપનીનો મોમેન્ટમ સ્કોર અસ્થિરતાને એડજસ્ટ કરીને તેના 6 મહિના અને 12 મહિનાના કિંમતના વળતર પર આધાર રાખીને નક્કી થાય છે. દરેક કંપનીનો ક્વોલિટી સ્કોર છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિશ્લેષણ કરાયેલા ઇક્વિટી પરના વળતર (આરઓઈ), ફાઇનાન્શિયલ લિવરેજ (ડેટ ટુ ઇક્વિટી રેશિયો) અને અર્નિંગ્સ (ઇપીએસ) ગ્રોથ પર આધાર રાખીને નક્કી થાય છે.

આ નવા ફંડના લોન્ચ અંગે બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રીનિવાસ રાવ રાવુરીએ જણાવ્યું હતું કે બજાજ આલિયાન્ઝ લાઇફ નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ યુલિપ ગ્રાહકોને ઊંચા મોમેન્ટમના ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો થકી ભારતની ગ્રોથ સ્ટોરીને ઝડપવા સક્ષમ બનાવે છે. લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપમાં ઐતિહાસિક ગતિશીલ ફાળવણી અને મલ્ટી-કેપ અભિગમ સાથે આ ફંડ વિવિધ માર્કેટ સેગમેન્ટ્સની તકોને ઓળખે છે. જોખમની ઉચ્ચ ભૂખ ધરાવતા રોકાણકારો માટે બનાવવામાં આવેલું આ ફંડ બજારની અસ્થિરતાઓમાંથી આગળ વધવાની સાથે લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ માટેનો માર્ગ પૂરો પાડે છે. આ ફીચર્સ તેને પોતાના ફંડની ફાળવણીની સમીક્ષા કરવા ઇચ્છતા તથા પોતાના લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યાંકો તરફ આગળ વધતા ગ્રાહકો માટે આદર્શ પસંદગી બનાવે છે.

ફંડનો ઉદ્દેશ બેન્ચમાર્ક ઇન્ડેક્સ (નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ)ની કામગીરીને અનુસરવાનો છે, જે ટ્રેકિંગ ભૂલને આધીન છે. જૂન અને ડિસેમ્બરમાં અર્ધ-વાર્ષિક ધોરણે ઇન્ડેક્સને પુનઃસંતુલિત કરવામાં આવશે અને નવેસરથી બનાવવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)