અમદાવાદ, 22 ઓગસ્ટઃ બંધન બેંકે ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ બેંકિંગ અનુભવ ઇચ્છતા સમૃદ્ધ ગ્રાહકો માટે ડિઝાઇન કરાયેલી તેના પ્રીમિયમ પ્રોડક્ટ લેગસી સેવિંગ્સ એકાઉન્ટના લોંચની જાહેરાત કરી છે. બેંકે તેની કામગીરી અને બેંકિંગ ઉત્કૃષ્ટતાના 10 વર્ષ પૂર્ણ કર્યાં છે ત્યારે આ લોંચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

લેગસી સેવિંગ્સ એકાઉન્ટ વર્લ્ડ એલીટ માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ સાથે આવે છે, જે ડોમેસ્ટિક (કમ્પેનિયન એક્સેસ સહિત) અને ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ, તાજ એપીક્યુર મેમ્બરશિપ, વિનામૂલ્યે મૂવી અને ઇવેન્ટ ટિકિટ તથા પસંદગીના ક્લબમાં ગોલ્ફ સેશનની એક્સેસ પ્રદાન કરે છે. લેગસી સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને સમર્પિત રિલેશનશિપ મેનેજર્સ, લોકરના ભાડા ઉપર આજીવન ડિસ્કાઉન્ટ તેમજ ટ્રાવેલ, મેડિકલ, એજ્યુકેશનલ, લેગસી અને એસ્ટેટ પ્લાનિંગની જરૂરિયાતોને ટેકો આપવા માટે નિષ્ણાત કન્સલ્ટિંગ સેવાઓ જેવા એક્સપર્ટ કન્સલ્ટિંગનો પણ લાભ મળશે. આ પ્રોડક્ટ લાઇફસ્ટાઇલ, ટ્રાવેલ અને નાણાકીય લાભોની વિશાળ શ્રેણી પણ પ્રદાન કરે છે.

બંધન બેંક એક મજબૂત સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવતી સંસ્થા તરીકે ઉભરી આવી છે, જે 30 જૂન, 2025 સુધીમાં રૂ. 1.55 લાખ કરોડની ડિપોઝિટ અને રૂ. 1.34 લાખ કરોડના ધિરાણ સાથે 31 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. ગ્રાહકો કેશ ડિપોઝિટ, આરટીજીએસ, એનઇએફટી અને આઇએમપીએસ સહિત અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનનો પણ લાભ લઈ શકે છે. લેગસી ગ્રાહકોને રૂ. 1 કરોડ સુધીનો હવાઇ અકસ્માત વીમો, રૂ. 20 લાખ સુધીનો વ્યક્તિગત અકસ્માત વીમો અને રૂ. 5 લાખ સુધી પર્ચેઝ પ્રોટેક્શન સહિત ઉત્તમ વીમા કવરેજ પણ ઓફર કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)