કોલકાતા, 20 મે: બંધન બેંકે નાણાંકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. બેંકનો કુલ વ્યવસાય (થાપણો અને ધિરાણ) વાર્ષિક ધોરણે 11% વધીને 31 માર્ચ, 2023ના રોજ રૂ. 2.17 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. બેંક ભારતમાં 36 રાજ્યો અને સંઘપ્રદેશોમાં 34માં 6000 બેંકિંગ આઉટલેટ્સ દ્વારા 3 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. બંધન બેંકમાં કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યા લગભગ 70,000 છે.સાડા સાત વર્ષની કામગીરીમાં કુલ બિઝનેસ રૂ. 2.17 લાખ કરોડથી વધુ થઈ ગયો છે.

FY23ના અંતિમ ત્રિમાસિક ગાળા દરમિયાન, બેંકની ડિપોઝિટ બુક અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 12% વધી હતી. કુલ થાપણો હવે રૂ. 1.08 લાખ કરોડ છે. કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ (CASA) રેશિયો હવે એકંદર ડિપોઝિટ બુકના 39.3% છે. ધિરાણના સંદર્ભમાંબેંકે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 10% વૃદ્ધિ જોઈ છે. કુલ ધિરાણ હવે રૂ. 1.09 લાખ કરોડ છે. મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (CAR), જે બેંકની સ્થિરતાનો સંકેત છે, તે 19.8% પર છે, જે નિયમનકારી જરૂરિયાત કરતાં ઘણો વધારે છે. નાણાંકીય પરિણામો વિશે બેંકના એમડી અને સીઈઓ ચંદ્ર શેખર ઘોષે જણાવ્યું હતું કે, “બેંકે ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે સારી વૃદ્ધિ નોંધાવી છે.