મુંબઈ, 26 મે: બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ગ્રાહકો (રૂ. 2 કરોડથી ઓછીની થાપણો માટે) માટે  26મી મે, 2023ની અસરથી એક વર્ષ માટે વ્યાજ દર વધારીને 7% કર્યા છે. આ રિવિઝન બાદ બેંક 7 દિવસથી 10 વર્ષની રેન્જમાં પાકતી થાપણો માટે સામાન્ય ગ્રાહકો માટે 3% થી 7.00% ની રેન્જમાં વ્યાજ દર ઓફર કરે છે. તે વરિષ્ઠ નાગરિકો માટે 7.50% અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે 1 વર્ષની થાપણ મુદત માટે 7.65% વ્યાજ દર પ્રદાન કરે છે. સુધારેલા વ્યાજ દરો સ્થાનિક, NRO અને NRE થાપણો માટે લાગુ પડે છે.