બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડનો મલ્ટીકેપ ફંડનો મલ્ટિકેપ ફંડ NFO લોન્ચ
એનએફઓ ખુલશે | 10 ફેબ્રુઆરી |
એનએફઓ બંધ થશે | 24 ફેબ્રુઆરી |
ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટ | રૂ. 5000 |
મુંબઈ: બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ન્યૂ ફંડ ઓફર (NFO) – બેંક ઓફ ઇન્ડિયા મલ્ટિ કેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ NFO લાર્જ, મિડ અને સ્મોલ કેપ કેટેગરીઓ (માર્કેટ કેપ કેટેગરીઓ)માં છે. મલ્ટિ કેપમાં ફાળવણી કરવાની વ્યૂહરચનામાં ફંડની કુલ એસેટમાંથી લાર્જ, મિડ અને સ્મોલ કેપ કંપનીઓ એમ દરેક કેટેગરીમાં લઘુતમ 25-25 ટકા ફાળવણી કરવાની યોજના સામેલ છે. સ્કીમ માટે NFO સબસ્ક્રિપ્શન માટે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ ખુલશે અને 24 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશે. સ્કીમમાં લઘુતમ રોકાણ રૂ. 5,000થી શરૂ થશે અને પછી રૂ. 1ના ગુણાંકમાં થઈ શકશે. સ્કીમનો બેન્ચમાર્ક છેઃ S&P BSE 500 TRI (ફર્સ્ટ ટિયર).