મે માસના બળબળતા ઊનાળામાં ઘરનું ઘર લઇને છાંયડો શોધી રહેલા હોમ લોન ધારકોને આરબીઆઇએ મે માસમાં 50 બીપીએસ રેપોરેટમાં વધારો કરતાં બેન્કોએ હોમ લોનના વ્યાજદરમાં તરત જ 60 બીપીએસ સુધીનો વધારો કરીને દઝાડ્યા છે તેની રૂઝ હજી આવી નથી. ત્યાં આરબીઆઇ બુધવારે 25-50 બેઝિસ પોઇન્ટનો વધારો કરશે તો બેન્કો પણ હોમલોન સહિતની તમામ લોન્સ ઉપરના વ્યાજદરમાં 50-75 બેઝિસ પોઇન્ટનો વધારો ઝીંકશે તેવી દહેશત સેવાઇ રહી છે.

RBI બુધવારે જૂન પૉલિસીની જાહેરાત કરશે ત્યારે પૉલિસીમાં વ્યાજદર વધે તેની તો આશા છે જ.
ઓગસ્ટ સુધીમાં આરબીઆઇ 75-100 bps નો વધારો કરે તેવી ધારણા સેવાય છે. તેની સામે ઓગસ્ટ સુધીમાં કેટલો વધારો થશે અંગે કેટલાંક અર્થશાસ્ત્રીઓ કેવો મત ધરાવે છે તે જોઇએ….

  • 25-50 bps નો વધારો થશે તેવું 40 ટકા અર્થશાસ્ત્રીઓનું માનવું છે.
  • 75-100 bps નો વધારો થઇ શકે તેવું પણ 40 ટકા અર્થશાસ્ત્રીઓ માને છે
  • 20 bps નો વધારો તો થશે જ તેવું 100 ટકા અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે

જૂન પૉલિસીમાં CRR વધારો?

90 ટકા અર્થશાસ્ત્રીઓનું માનવુ છે કે બુધવારે CRRમાં કોઈપણ જાતનો વધારો કે ઘટાડો નહીં કરવામાં આવે તે યથાવત રાખવામાં આવશે. જ્યારે 10 ટકા અર્થશાસ્ત્રીઓનું માનવુ છે કે CRRમાં 50 bpsનો વધારો થશે.

Accomodation અંગે શું માને છે અર્થશાસ્ત્રીઓ

70 ટકા અર્થશાસ્ત્રીઓનું માનવુ છે કે Accomodation માં કોઈપણ જાતનો વધારો કે ઘટાડો નહીં કરવામાં આવે. જ્યારે 20 ટકા અર્થશાસ્ત્રીઓનું માનવુ છે કે Accomodation ન્યુટ્રલ રહેશે અને 10 ટકા અર્થશાસ્ત્રીઓનું માનવુ છે કે Accomodation માં CALIBRATED TIGHTENING રહેશે.