બાવેજા સ્ટુડિયોઝનો રૂ. 97.20 કરોડનો IPO તા. 29 જાન્યુઆરીએ, પ્રાઇસબેન્ડ રૂ.170-180
IPO Highlights – Baweja Studios Ltd | |
IPO Opens on | January 29, 2024 |
IPO Closes on | February 1, 2024 |
Price Band | Rs. 170-180 Per Share |
Issue Size | Rs. 97.20 crore |
Fresh Issue | Rs. 72 crore |
Offer for Sale | Rs. 25.20 crore |
Lot Size | 800 Shares |
Listing on | NSE Emerge |
મુંબઈ, 24 જાન્યુઆરીઃ ડાયનેમિક ફિલ્મ-મેકિંગ ક્વોલિટી અને ઇનોવેટિવ સ્ટોરીટેલિંગ પ્રેક્ટિસ માટે જાણીતા કન્ટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો બાવેજા સ્ટુડિયોઝ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 97.20 કરોડ એકત્રિતકરવા માટે તા. 29 જાન્યુઆરીએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 170- 180ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 54 લાખ શેર્સ ઓફર કરવાની દરખાસ્ત ધરાવે છે. આઇપીઓ તા. 1 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપની પબ્લિક ઇશ્યૂથી રૂ. 97.20 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. એપ્લિકેશન માટે લઘુતમ લોટ સાઇઝ 800 શેર્સની છે જેનું મૂલ્ય પ્રતિ એપ્લિકેશન રૂ. 1.44 લાખના રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર અને એચએનઆઈ ક્વોટા અનુક્રમે ઇશ્યૂના લઘુતમ 35% અને 15% રાખવામાં આવ્યો છે જ્યારે ક્યુઆઈબી ક્વોટા ઇશ્યૂના મહત્તમ 50% પર રાખવામાં આવ્યો છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરાવાશે.
ઇશ્યૂના મુખ્ય ઉદ્શ્યો એક નજરે
કાર્યકારી મૂડી જરૂરિયાતો પૂરી કરવા માટે | સામાન્ય કોર્પોરેટ હેતુઓની નાણા જરૂરિયાતો માટે | વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા માટે |
લીડ મેનેજર્સઃ ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
કંપનીના પ્રમોટર્સ, કંપનીની કામગીરી એકનજરે
હેરી બાવેજા અને પમ્મી બાવેજાએ વર્ષ 2001માં સ્થાપેલ બાવેજા સ્ટુડિયોઝ તેની ડાયનેમિક ક્વોલિટી ધરાવતી ફિલ્મ-મેકિંગ અને ઇનોવેટિવ સ્ટોરીટેલિંગ પ્રેક્ટિસ માટે જાણીતો છે. પ્રોડક્શન કંપની તરીકે બાવેજા સ્ટુડિયોઝ લિમિટેડે ચાર સાહિબઝાદે, લવ સ્ટોરી 2050, કયામત અને ભૌકાલ જેવી અનેક હિન્દી અને પંજાબી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. કંપની મૂવી રાઇટ્સના ટ્રેડિંગના બિઝનેસમાં પણ છે. જૂન, 2023 સુધીમાં કંપનીએ 22 પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે, 6 ફિલ્મ્સ પ્રોડક્શનમાં અને 7 પ્રી-પ્રોડક્શન્સમાં છે. પ્રમોટર્સ હિન્દી અને પંજાબી ફિલ્મપ્રોડક્શનનો લાંબો ઇતિહાસ ધરાવે છે.
બાવેજા સ્ટુડિયોઝ લિમિટેડના હરમન બાવેજાએ જણાવ્યું હતું કે આઈપીઓ એ રચનાત્મક સીમાઓથી આગળ વધવા અને નવા પ્રોડક્શન સ્ટાન્ડર્ડ્સ ઊભા કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. પ્રાપ્ત થનાર મૂડીથી અમે નવી ક્ષિતિજો શોધવા, પ્રતિભાઓનું જતન કરવા તથા ગ્લોબલ ઓડિયન્સને ઉત્કૃષ્ટ કન્ટેન્ટ પૂરું પાડવાનું ચાલુ રાખવા માટે સશક્ત બનીશું.બાવેજા સ્ટુડિયોએ ડિજિટલ ફિલ્મો, વેબ સિરીઝ, એનિમેશન ફિલ્મો, પંજાબી ફિલ્મો, જાહેરાત ફિલ્મો અને મ્યુઝિક વીડિયો સહિતના વિવિધ ક્ષેત્રોમાં પણ ડાયવર્સિફિકેશન કર્યું છે. કંપનીના આગામી મૂવી પ્રોજેક્ટ્સમાં નીચેનો સમાવેશ થાય છે – કાર્તિક આર્યન અભિનિત કેપ્ટન ઈન્ડિયા, ટાઈગર શ્રોફ અભિનીત ટાઇગરર, પૃથ્વીરાજ સુકુમારન અભિનિત આશિયાના, અરશદ વારસી અભિનિત ભગત, સાન્યા મલ્હોત્રા અભિનિત મિસિસ અને અન્ય. કંપનીની આગામી વેબ સિરીઝ અને એનિમેશન પ્રોજેક્ટ્સમાં સુપર વી (સુપર હીરો એડવેન્ચર, વિરાટ કોહલીથી પ્રેરિત), જેકી શ્રોફ અને સિકંદર ખેર અભિનિત ચિડીયા ઉડ, જયદીપ અહલાવત અભિનિત વિક્ટિમ્સનો સમાવેશ થાય છે.
કંપનીની નાણાકીય કામગીરી એકનજરે
કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ કામગીરી દર્શાવી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2021થી નાણાંકીય વર્ષ 2023 સુધીમાં ત્રણ ગણી આવક વૃદ્ધિ નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2021માં રૂ. 19.45 કરોડથી નાણાંકીય વર્ષ 2023માં રૂ. 73.79 કરોડે પહોંચી હતી. નાણાંકીય વર્ષ 2023માં ચોખ્ખો નફો રૂ. 7.97 કરોડ નોંધાયો હતો. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ કંપનીની નેટવર્ક રૂ. 24.22 કરોડ હતી અને રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 9.79 કરોડ હતા. કંપનીનો આરઓઈ 40.12 ટકા અને આરઓસીઈ 52.55 ટકા હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)