BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાત-સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ હસ્તગત કરી
નવી દિલ્હી, 26 જુલાઈઃ BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાતમાં નવસારી સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (થેઈસ પ્રિસિઝન)ને હસ્તાંતરણ અને 100 ટકા નિયંત્રણ હિસ્સો મેળવ્યાની જાહેરાત કરી છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને સેવા આપવા માટે પ્રમોટર જૂથ દ્વારા આંતરરાષ્ટ્રીય કંપનીઓનું આ બીજું હસ્તાંતરણ છે.
અગાઉ તાતા સ્ટીલ લિમિટેડની માલિકીની થેઈસ પ્રિસિઝન ભારતમાં હાઈ/મીડિયમ કાર્બન સ્ટીલ્સના સ્પેશિયલ્ટી કોલ્ડ રોલિંગમાં અગ્રણી છે. આજે તે દેશમાં અગ્રણી સ્પેશિયલ્ટી કોલ્ડ રોલ્ડ સ્ટીલ સ્ટ્રીપ્સ ઉત્પાદક છે. થેઈસ પ્રિસિઝન વિવિધ માર્કેટ સેગમેન્ટ જેમ કે ઓટોમોટિવ, ટેક્સટાઇલ મશીનરી, કટીંગ બ્લેડ/સો, ઓફિસ મશીનરી, જનરલ એન્જિનિયરિંગ વગેરેની જરૂરિયાતોને પૂરી કરે છે. તે ઇચ્છિત સરફેસ ફિનિશ, રફનેસ, ટેમ્પરિંગ, ડાયમેન્શનલ ટોલરન્સીસ અને પેકેજિંગ જેવી વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને પૂરી કરવામાં નિપુણતા ધરાવે છે. વધુમાં, ડિવિઝન પાસે હોટ રોલ્ડ સોલિડ પ્રોફાઈલ, કોલ્ડ ડ્રોન પ્રોફાઈલ અને રેડી-ટુ-યુઝ ફોર્મમાં પ્રોફાઈલ્સ સપ્લાય કરવાની ક્ષમતા છે. પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં થેઈસ પ્રિસિઝનનો નવીનતમ ઉમેરો છે પર્યાવરણને સાનુકૂળ ક્વેન્ચ મીડિયા સાથેની હાર્ડન્ડ એન્ડ ટેમ્પર્ડ સ્ટ્રીપ્સ.
નેધરલેન્ડમાં મેહલર એશિયા બીવીના સીઈઓ અર્જેન રિજકેમાએ જણાવ્યું કે BDK અને ગુરુકૃપાને થેઈસ પ્રિસિઝનનું આ વેચાણ જર્મનીમાં Theis Gmbh (જેની માલિકી મેહલર એશિયાની હતી) દ્વારા 2008માં તેને તાતા સ્ટીલ પાસેથી હસ્તગત કર્યા પછી હવે ફરી તેને ભારતીય કુટુંબની માલિકીમાં પાછી લાવે છે.
થેઈસ પ્રિસિઝન સ્ટીલ ઈન્ડિયાના ડાયરેક્ટર શ્યામ મહેતાએ જણાવ્યું કે, વન-સ્ટોપ વન-વિન્ડો થેઈસ પ્રિસિઝન સ્ટીલનું હસ્તાંતરણ એ એક અનન્ય મૂલ્ય-વર્ધક સોદો છે. થેઇસ પ્રિસિઝન સ્ટીલ ઇન્ડિયાના ડિરેક્ટર ચેતન કોઠારીએ જણાવ્યું કે, થેઇસ પ્રિસિઝન સ્ટીલ કૃષિ, ઓટોમોટિવ, બાંધકામ, કટીંગ ટૂલ્સ, અર્થમૂવિંગ અને ટેક્સટાઇલ મશીનરી જેવા અન્ય ક્ષેત્રોમાં પ્રોડક્ટ્સ ધરાવે છે. સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસમાં વૈશ્વિક કંપની બનવા માટે અમે અમારા વોલ્યુમને ચાર ગણું કરવા માટે કંપનીમાં વધુ મૂડી રોકાણ કરીશું.