સુરત, 3 સપ્ટેમ્બરઃ  બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે કંપનીનીઓગસ્ટ 29, 2024ના રોજયોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં (એજીએમ) 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. રેકોર્ડ તારીખે દરેકના શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 2ના દરેક વર્તમાન ઇક્વિટી શેર માટે રૂ. 2નો એક બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે.

કંપનીએ માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે અંતિમ ડિવિડન્ડ – 20% – ઇક્વિટી શેરદીઠ રૂ. 0.40 ને પણ મંજૂરી આપી હતી. વધુમાંકંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ (અધિકૃત શેર મૂડી)રૂ. 15 કરોડથી વધારીને રૂ. 30 કરોડમાં એટલે કે પ્રત્યેક રૂ. 2ના 15 કરોડ ઇક્વિટી શેરમાં વહેંચવાની દરખાસ્તને પણ મંજૂરી એજીએમમા આપી હતી. બોનસ શેર બોર્ડની મંજૂરીની તારીખથી 2 મહિનાની અંદર એટલે કે સપ્ટેમ્બર 18, 2024ના રોજ અથવા તે પહેલાં જમા કરવામાં આવશે. અંતિમ ડિવિડન્ડની ચૂકવણીના હેતુ માટેની રેકોર્ડ તારીખ શુક્રવાર, 26 જુલાઇ, 2024 છે. કંપનીના 60.18 ટકા શેર ધરાવતા પ્રમોટર ગ્રૂપના શેરધારકો કંપનીના આગામી વિસ્તરણને ધ્યાનમાં લઈને તેમનું ડિવિડન્ડ (નાણાંકીય વર્ષ 2023-2024 માટેનું અંતિમ ડિવિડન્ડ) જતું કરી રહ્યા છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, શેરધારકોને વળતર આપવા અને લિક્વિડિટી વધારવા માટે બોર્ડે બોનસ ઇશ્યૂની ભલામણ કરી છે. અમે સતત ગતિની અપેક્ષા રાખીએ છીએ અને આગામી વર્ષોમાં વધુ સિદ્ધિઓની આશા રાખીએ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)