મુંબઈ, 8 મે: બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડએ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે જાહેર કરેલા પરીણામ અનુસાર આવક ₹ 5,172 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 17.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે તથા ચોખ્ખો નફો ₹ 366 કરોડ (₹ 376 કરોડ) થયો હતો. 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક ₹ 1,217 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો ₹ 70.33 કરોડ નોંધાવ્યા છે.

મુખ્ય કામગીરીઓઃ નાણાકીય વર્ષ 2022-23 vs. નાણાકીય વર્ષ 2021-22

 સ્વતંત્ર ધોરણેકુલ
 નાણાકીય વર્ષ 2022-23નાણાકીય વર્ષ 2021-22વૃદ્ધિનાણાકીય વર્ષ 2022-23નાણાકીય વર્ષ 2021-22વૃદ્ધિ
કામગીરીમાંથી આવક (₹ Cr)5,172.224,409.0217.3%5,172.224,410.4917.3%
EBITDA (₹ કરોડમાં)682.80696.29-1.9%969.53994.63-2.5%
EBITDA માર્જિન13.20%15.79% 18.74%22.55% 
EBT (₹ કરોડમાં)498.74503.53-1.0%508.20512.29-0.8%
EAT (₹ કરોડમાં)366.44376.44-2.7%370.53382.21-3.1%
શેરદીઠ આવક (EPS) (સંપૂર્ણપણે ₹)154.43158.65-2.7%156.16161.08-3.1%
       

31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે કુલ ઇબીઆઇટીડીએ ₹ 969.53 કરોડ હતી અને કરવેરાની ચુકવણી પછીનો નફો એટલે ચોખ્ખો નફો ₹ 370.53 કરોડ હતો. 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે કુલ ઇબીઆઇટીડીએ ₹ 207.90 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો એટલે કે ચોખ્ખો નફો ₹ 69.44 કરોડ હતો.