BLUE JET LISTING AT A GLANCE

ઇશ્યૂ પ્રાઇસ346
ખૂલ્યો359.90
વધી395.85
ઘટી359.90
બંધ395.85

અમદાવાદ, 1 નવેમ્બરઃ થાણે સ્થિત ફાર્માસ્યુટીક્લ અને હેલ્થકેર ઈન્ગ્રિડિયન્ટ્સ કંપની બ્લ્યૂ જેટ હેલ્થકેરનો આઈપીઓ આજે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 346 સામે 4.02 ટકા નજીવા પ્રીમિયમે રૂ. 359.90ના મથાળે લિસ્ટિંગ કરાવ્યા બાદ ટ્રેડિંગના અંતે 14.41 ટકા પ્રીમિયમે 359.85ના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો.

બ્લ્યૂ જેટ હેલ્થકેરે રૂ. 346ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 840.27 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. છેલ્લા દિવસના અંતે ઇશ્યૂ કુલ 7.95 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 13.72 ગણો, એનઆઈઆઈ પોર્શન 13.59 ગણો અને રિટેલ પોર્શન 2.24 ગણો ભરાયો હતો.

ગ્રે માર્કેટમાં બ્લ્યૂ જેટ હેલ્થકેરના આઈપીઓ માટે રૂ. 25 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેના આધારે આજે બ્લૂજેટ હેલ્થકેરના આઈપીઓનું લિસ્ટિંગ 7 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ હતો. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડમાંથી કોઈ આવક ન થવાનું જણાવ્યું હતું. જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ ઈશ્યૂ હોવાથી તેનો લાભ શેરહોલ્ડર્સને થવાનો હતો. કંપની માત્ર લિસ્ટિંગના લાભો મેળવશે.

નિષ્ણાતોના મતેઃ વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતી હોવાથી ગ્લોબલ માર્કેટમાં આવકો મજબૂત રહેવાની શક્યતા છે. તેમજ આગામી વર્ષમાં કંપનીની વિસ્તરણ યોજનાઓ તેની કાર્યક્ષમતા અને પર્ફોર્મન્સમાં વધારો કરી શકે છે. જેને ધ્યાનમાં રાખતાં રોકાણકારો મધ્યમથી લાંબાગાળા માટે શેર હોલ્ડ કરી શકે છે.