નવા, સ્વદેશી રીતે ડિઝાઈન કરેલ, ડીપ ફ્રીઝર્સની શ્રેણીની રજૂઆત કરી

બી ત્યાગરાજન, એમડી, બ્લુસ્ટાર

બ્લુ સ્ટાર લિમિટેડે નવા, સ્વદેશી રીતે ડિઝાઈન કરેલ, ડીપ ફ્રીઝર્સની શ્રેણીની રજૂઆત કરી છે. કંપનીએ વાડા ખાતે નવા, સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદન કરાયેલ, ડીપ ફ્રીઝર્સની શ્રેણી, +2°C થી -24°C વચ્ચેના તાપમાન નિયંત્રણો સાથે આવે છે. હાર્ડ ટોપ અને ગ્લાસ ટોપ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ ડીપ ફ્રીઝર્સ, 300 લિટરથી 650 લિટર સુધીની સંગ્રહ ક્ષમતા સાથે સંગ્રહની ક્ષમતા પૂરી પાડે છે. આ ઉપરાંત, તે 10 ટકા વધુ ઇન્સ્યુલેશન સાથે આવે છે જે વિજ કાપના કિસ્સામાં લાંબા સમય સુધી ઠંડક જાળવવામાં મદદ કરે છે. આશરે રૂ. 130 કરોડના મૂડી ખર્ચ સાથે વાર્ષિક આશરે 2,00,000 ડીપ ફ્રીઝર્સ અને 1,00,000 સ્ટોરેજ વોટર કુલર બનાવવાની ક્ષમતા ધરાવે છે.

કોલ્ડ રૂમ એપ્લિકેશન માટે ઇન્વર્ટર કન્ડેન્સિંગ એકમો

બ્લુ સ્ટારે અત્યંત ઉર્જા-કાર્યક્ષમતાવાળા ઇન્વર્ટર કન્ડેન્સિંગ યુનિટ્સ રજૂ કર્યા છે જે ઇન્વર્ટર કોમ્પ્રેસર ટેક્નોલોજી અને બીએલડીસી ફેન મોટર સાથે સજ્જ છે. આ એકમો 2°C થી 25°C સુધીના તાપમાન નિયંત્રણોની વિશાળ શ્રેણી ધરાવે છે અને 52°C આસપાસના તાપમાન સુધી કામ કરી શકે છે.

ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી ક્ષેત્રે ભારતમાં પ્રથમ કંપની

બ્લુ સ્ટાર એ પહેલી કંપની છે જેણે પીયુએફ પેનલના ઉત્પાદન માટે ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજી અપનાવી છે

ઉત્પાદન અને આર એન્ડ ડી

  • કંપની હાલ પાંચ સ્થળે ઉત્પાદન વ્યવસ્થા ધરાવે છે.
  • R&D  સુવિધાઓ સાથે AHRI પ્રમાણિત ટેસ્ટીંગ લેબ્સ

” રેફ્રિજરેશન ઉત્પાદનોની માગ સતત વધતી રહેશે

ખોરાક અને દવાઓનો વપરાશ વધી રહ્યો હોવાના કારણે રેફ્રિજરેશન ઉત્પાદનોની માગમાં  વધારો થવાની ધારણા છે. બ્લુ સ્ટાર તેની મોટાભાગની કોમર્શિયલ રેફ્રિજરેશન પ્રોડક્ટ્સ કેટેગરી જેમાં મોડ્યુલર કોલ્ડ રૂમ, ડીપ ફ્રીઝર અને સ્ટોરેજ વોટર કૂલર્સ સહિતનો સમાવેશ છે, તેમાં અગ્રણી સ્થાન ભોગવે છે.- બી ત્યાગરાજન, મેનેજિંગ ડિરેક્ટર, બ્લુસ્ટાર લિ.