અમદાવાદ, 3 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે રેફ્રિજરેશનની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરેલી 2025ના ઉનાળા માટેની કોમર્શિયલ રેફ્રિજરેશન પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

બ્લુ સ્ટારે કોલ્ડ ચેઇન પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનો વ્યાપક પોર્ટફોલિયો વિકસાવ્યો છે જે હોર્ટિકલ્ચર, ફ્લોરીકલ્ચર, કેળા પકવવા, ડેરી, આઇસક્રીમ, પોલ્ટ્રી, પ્રોસેસ્ડ ફૂડ્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરાં, HoReCa, સેરીકલ્ચર, મરિન, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર સહિતના બધા જ પ્રકારના સેગમેન્ટ્સમાં સેવાઓ પૂરી પાડે છે. આ પોર્ટફોલિયોમાં ડીપ ફ્રિઝર્સ, સ્ટોરેજ વોટર કૂલર્સ, બોટલ્ડ વોટર ડિસ્પેન્સર્સ, વિસી કૂલર્સ/ફ્રિઝર્સ, કોલ્ડ રૂમ્સ અને અન્ય રેન્જની રેફ્રિજરેશન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે જે વિવિધ ઉદ્યોગોમાં સંપૂર્ણ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

ડીપ ફ્રિઝર્સઃ બ્લુ સ્ટારની ડીપ ફ્રિઝર રેન્જ માઇનસ 260 Cનું મહત્તમ કૂલિંગ પર્ફોર્મન્સ આપે છે. વિવિધ કલર વેરિઅન્ટ્સમાં અને ડિજિટલ ટેમ્પરેચર કંટ્રોલર સાથે ઉપલબ્ધ આ ફ્રિઝર્સ 60 લિટરથી 600 લિટર સુધીની ક્ષમતા ધરાવતી રેન્જમાં આવે છે. કૂલર કમ ફ્રિઝર 375 લિટરની ક્ષમતા ધરાવે છે જ્યારે બોટલ કૂલર્સ 300 લિટરથી 500 લિટરની રેન્જ ધરાવે છે જ્યારે ગ્લાસ ટોપ ડીપ ફ્રિઝર્સ 100 લિટરથી 600 લિટરના વિકલ્પો ધરાવે છે. આ ડીપ ફ્રિઝર્સ રૂ. 16,000થી શરૂ થતી કિંમતોથી શરૂ થાય છે.

સ્ટોરેજ વોટર કૂલર્સઃ બ્લુ સ્ટારના સ્ટોરેજ વોટર કૂલર્સ શૈક્ષણિક સંસ્થાનો, કોર્પોરેટ ઓફિસો અને કોમર્શિયલ સ્થાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે. 15 લિટરથી 120 લિટરની ક્ષમતામાં ઉપલબ્ધ આ રેન્જ છે.

બોટલ્ડ વોટર ડિસ્પેન્સરઃ બ્લુ સ્ટારના બોટલ્ડ વોટર ડિસ્પેન્સર્સ વિવિધ મોડેલ્સમાં આવે છે જે ગરમ, ઠંડા અને સામાન્ય પાણી પૂરું પાડે છે. આ યુનિટ્સમાં ફૂડ-ગ્રેડ સ્ટેઇનલેસ સ્ટીલ ટાંકી, ઓછી વીજ વપરાશ અને વધારાની સલામતી માટે ગરમ પાણીના નળ પર ચાઇલ્ડ-લોક છે. બોટમ લોડિંગ ડિસ્પેન્સર રેન્જ સરળ વોટર જાર સ્ટોરેજ અને રિફિલિંગની સગવડ પૂરી પાડે છે, જેનાથી ભારે માત્રામાં ઉપાડવાની જરૂરિયાત દૂર થાય છે.

વિસી કૂલર્સ/ફ્રિઝર્સઃ વિસી કૂલર્સ પીણાં અને નાશવંત વસ્તુઓને તાજી રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. વિસી કૂલર્સ રેન્જમાં 50 લિટરથી 1200 લિટર સુધીના મોડેલ્સનો સમાવેશ થાય છે, જ્યારે વિસી ફ્રિઝર 450 લિટરની ક્ષમતામાં ઉપલબ્ધ છે, જેમાં એકસમાન ઠંડક, શ્રેષ્ઠ ઇન્સ્યુલેશન માટે Low-E સાથે ડબલ-ગ્લેઝ્ડ ટેમ્પર્ડ ગ્લાસ ડોર, સ્પષ્ટ વિઝિબિલિટી અને ફ્રોસ્ટ-ફ્રી ડિસ્પ્લે છે.

કોલ્ડ રૂમ્સઃ બ્લુ સ્ટારના કોલ્ડ રૂમ સોલ્યુશન્સ લેટેસ્ટ ટેકનોલોજી અને ટકાઉ મટિરિયલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે, જે વિવિધ સંવેદનશીલ તાપમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અત્યાધુનિક સુવિધાઓ આપે છે. કંપનીએ તેની કોલ્ડ રૂમ ઓફરિંગને મજબૂત બનાવવા માટે ઇન્વર્ટર-આધારિત રેફ્રિજરેશન યુનિટ્સ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ માટે કોલ્ડ ચેઇન સોલ્યુશન્સ અને IoT સિસ્ટમ્સ પણ રજૂ કરી છે.

અન્ય રેફ્રિજરેશન પ્રોડક્ટ્સઃ કંપની કિચન રેફ્રિજરેશન સોલ્યુશન્સની વિશાળ રેન્જ પણ પ્રદાન કરે છે, જેમાં રીચ-ઇન ચિલર્સ અને ફ્રિઝર્સ, બ્લાસ્ટ ફ્રિઝર્સ, બેક બાર ચિલર્સ, અંડરકાઉન્ટર્સ, આઈસ મશીન્સ અને સલાડેટ્સનો સમાવેશ થાય છે. સુપરમાર્કેટ રિટેલ રેફ્રિજરેશન રેન્જમાં 4 ફૂટથી 12 ફૂટ સુધીની સાઇઝના મલ્ટીડેક ચિલર્સ અને ફ્રિઝરનો સમાવેશ થાય છે, જે પ્લગ-ઇન અને રિમોટ બંને પ્રકારોમાં ઉપલબ્ધ છે. વધુમાં, પેસ્ટ્રી શૉકેસીસ ફોગિંગ અટકાવવા માટે ફ્રન્ટ ડબલ-ગ્લાસ અને હીટિંગ વાયર સાથે આવે છે.