મુંબઈ, 21 જાન્યુઆરી: બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડની ન્યુ ફંડ ઓફર (એનએફઓ) રજૂ કરી છે જે 21 જાન્યુઆરી, 2025થી 4 ફેબ્રુઆરી, 2025 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે.

બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એ ફંડ હાઉસના ‘ટુગેધર ફોર મોર’ ના બ્રાન્ડ વચનને ધ્યાનમાં રાખીને બીજી ઓફર છે જે ખર્ચ-અસરકારક, વ્યાવસાયિક રોકાણ વ્યવસ્થાપન સર્વિસી સાથે સંપત્તિ સર્જવા માટે બજારોની શક્તિને એકસાથે લાવવા માટે રચાયેલ છે, જે બચતકર્તાઓને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે.

આ મુખ્ય ક્ષેત્ર પર સરકારના લક્ષ્યને ધ્યાનમાં રાખીને, ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપતી કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ હાલમાં કાર્યરત છે, જેમાં ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સૌર મોડ્યુલો પર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ), નેશનલ સોલાર મિશન રૂફટોપ સ્કીમ, બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલીઓ માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ અને રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)