મુંબઈ, તા.09 સપ્ટેમ્બર, 2024: જાહેર ક્ષત્રેની અગ્રણી – BOI ના 119મા સ્થાપનાદિનની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલી BOI ની તમામ ઑફિસો તથા શાખાઓમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય કાર્યક્રમ તા. 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયો હતો અને બીજા દિવસે તા. 7મીએ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના દિવસે જાહેર રજા હતી. આ પ્રસંગે નવીનતા તથા વ્યાપારી ગૃહોની સામાજિક જવાબદારી પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું એકીકૃત સંયોજન દર્શાવાયું હતું.

હેડઑફિસ ખાતે એમ.ડી. તથા સીઈઓ શ્રી રજનીશ કર્ણાટકના વડપણ હેઠળ યોજાયેલી શ્રીગણેશ-પૂજા સાથે દિવસની ઉજવણીનાં શ્રીગણેશ કરાયાં હતાં, જેમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટરો શ્રી પી.આર. રાજગોપાલ, શ્રી એમ. કાર્તિકેયન, શ્રી સુબ્રત કુમાર તથા શ્રી રાજીવ મિશ્રા પણ જોડાયા હતા.

સ્થાપનાદિનની ઉજવણીના પહેલા દિવસની સંધ્યાએ શ્રી કર્ણાટકે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરો, ચેરમેન શ્રી એમ. આર. કુમાર, બોર્ડ ઓફ ડીરેક્ટર્સ શ્રી અશોક નારાયણ, મિસ વેની થાપર, શ્રી મુનીશ કુમાર રાલ્હન, શ્રી વી.વી. શેનોય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીગણેશ-વંદના દર્શાવાઈ હતી અને આરતી ઉતારવામાં આવી હતી, જેમાં સ્ટાફ સહિતના તમામ ભક્તોએ આનંદ તથા ભક્તિભાવનો અનુભવ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભિક પ્રવચનમાં શ્રી કર્ણાટકે શ્રેષ્ઠતા અને નવીનતા માટે બેંકની જારી રહેલી પ્રતિબદ્ધતા પર પ્રકાશ ફેંક્યો હતો. ત્યાર બાદ એમ.ડી. તથા સીઈઓ તેમજ ઈડી તરફથી બેન્કના ખાસ અભિગમ ‘ગ્રાહકની સેવા પહેલી’ તથા ડિજિટલ ક્ષમતાઓને વધારવા માટે તૈયાર કરાયેલાં વિવિધ નવીન ઉત્પાદનો રજૂ કરાયાં હતાં. આ નવીનતાસભર બાબતોમાં વીમા-લાભ સાથે CASA, MSME થાલા (પ્રવાસ-પર્યટન, આવકાર-હૉસ્પિટાલિટી અને લીઝ ડિસ્કાઉન્ટિંગ એડવાન્સ) પગારદાર કર્મચારીગણ માટે સ્ટાર સમૃદ્ધિ હોમલોન, BOI સંપૂર્ણ મર્ચન્ટ એપ, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એપ, BOI ઓનલાઇન ઓમ્ની-નિયો બેંક (સીબીડીસી)નો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ બેન્કિંગનું નવું તથા અદ્યતન ઇન્ટરફેસ BOI API બેન્કિંગ, RuPay ભારત ક્રેડિટ કાર્ડ, વિઝા સિગ્નેચર ક્રેડિટ કાર્ડ, માસ્ટર વર્લ્ડ ડેબિટ કાર્ડ તથા BOI સ્ટારલાઇટનો પણ પરિચય કરાવાયો હતો. બેન્કે પોતાની સ્થાપનાના દિવસની ઉજવણીના દિવસે દેશભરમાં નવી 38 શાખાઓનાં પણ શ્રીગણેશ કર્યાં હતાં.બેન્કે શ્રદ્ધા ફાઉન્ડેશન તથા શ્રી ચૈતન્ય હેલ્થ એન્ડ કેર ટ્રસ્ટનું સન્માન કરીને સામાજિક કાર્યો પ્રત્યેનો પોતાનો સમર્પણભાવ પણ દર્શાવ્યો હતો.

સ્થાપનાદિનની ઉજવણીના દિવસની રળિયામણી સાંજે શ્રી સ્વપ્નિલ કુસલે (2024-સમર ઑલિમ્પિક, પૅરિસમાં 50-મીટર રાઇફલ થ્રી પૉઝિશનમાં બ્રોન્ઝ મેડલ વિજેતા) ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અમિત ત્રિવેદી તથા તેમના બૅન્ડના સાથીદારો દ્વારા જોરદાર પર્ફોર્મન્સ રજૂ કરાયું હતું.

રાષ્ટ્રના નિર્માણની નવેસરથી પ્રતિબદ્ધતાની સાથે આ ઉજવણીનું સમાપન કરાયું હતું. બેન્કની 119 વર્ષની નોંધપાત્ર સફરમાં અતૂટ વિશ્વાસ તેમજ સમર્થન માટે શ્રી કર્ણાટકે તમામ ગ્રાહકો, હિતધારકો, સ્ટાફ તથા તેમના પરિવારો તેમજ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.