BPCL કોચી રિફાઇનરીમાં પોલીપ્રોપિલિનના ઉત્પાદન માટે રૂ. 5044 કરોડનું રોકાણ કરશે
મુંબઇ, 22 ડિસેમ્બર: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન ઉર્જા કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ ટકાઉ ભાવિની રચના કરવાના ઉદ્દેશ્ય સાથે એક અભૂતપૂર્વ પહેલની જાહેરાત કરી છે. ભારતની પેટ્રોકેમિકલ્સની વધતી માગને પૂર્ણ કરવા માટે BPCL રૂ. 5,044 કરોડના રોકાણથી કોચી રિફાઇનરીમાં એક પોલીપ્રોપિલિન (પીપી) યુનિટની સ્થાપના કરવા માટે સજ્જ છે. વાર્ષિક 400 કિલો ટનની ઉત્પાદન ક્ષમતા સાથે પોલીપ્રોપિલિન યુનિટને વ્યૂહાત્મક રીતે બજારની માગને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરાયું છે તથા તે ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો માટે BPCLની કટીબદ્ધતાને દ્રઢ કરે છે.
BPCLના સીએન્ડએમડી જી. કૃષ્ણકુમારે કહ્યું હતું કે, કોચી રિફાઇનરીના પોલીપ્રોપિલિન યુનિટમાં અમારું રૂ. 5.044 કરોડનું રોકાણ છે. પોલીપ્રોપિલિન એક વર્સેટાઇલ સામગ્રી છે, જેનો ઉપયોગ પેકેજિંગ ફિલ્મ, શીટ, બોક્સ, કન્ટેનર, બેગ, હોમવેર, હોમકેર, પર્સનલ કેર અને રોજિંદી ચીજો માટે કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ લગભગ 46 મહિનામાં પૂર્ણ થશે.
આ પહેલ કોચી રિફાઇનરીમાં પ્રોપિલિન ડેરિવેટિવ પેટ્રોકેમિકલ પ્લાન્ટ (પીડીપીપી)ના સંચાલનની સાથે BPCLની વર્તમાન ક્ષમતાઓ ઉપર આધારિત છે. પીડીપીપી એક્રેલિક એસિડ, એક્રિલેટ્સ, ઓક્સો-આલ્કોહોલ અને બીજા વિશિષ્ટ પેટ્રોકેમિકલ્સ સહિત મહત્વપૂર્ણ આયાતના વિકલ્પના ઉત્પાદનમાં સહાયક રહ્યું છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)