BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
એનએસઇના એમડી અને સીઇઓ આશિષ કુમાર ચૌહાણ
આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે આવકવેરામાં ઘટાડો દરેક માટે ઘણો સારો છે અને રાજ્યોને ઘણું ભંડોળ આપવામાં આવ્યું છે. બજેટ વૃદ્ધિ અને ભારતીય ઉપભોક્તા ગાથાને ટેકો આપશે, આપણને સારી સ્થિતિમાં જાળવી રાખશે, ખાસ કરીને ચીન અને વિકસિત બજારોમાં વૈશ્વિક અવરોધોને ધ્યાનમાં રાખીને અને જ્યાં સુધી વિશ્વમાં વાતાવરણ હળવું ન થાય ત્યાં સુધી. બજેટ રજૂ થયું એ અગાઉ રોકાણકારોને કેપિટલ ગેઇનમાં વધારાની ચિંતા હતી. તેમાં કોઈ ફેરફાર થયો નથી, જેથી સકારાત્મક પ્રતિક્રિયા પણ મળી છે. સંપૂર્ણપણે જોઈએ તો આ બજાર માટે અતિ પોઝિટિવ બજેટ છે, જેમાં દરેક માટે કશું લાભદાયક છે. હું બજેટને 10/10 આપું છું.