CGWA દ્વારા Piezometer ઇન્સ્ટોલેશન કરવા અંગે ઉદ્યોગ ક્લસ્ટર્સમાં કાર્યરત ઉદ્યોગોને મુક્તિ અપાઇ
અમદાવાદ, 26 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય હેઠળ ની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ને રજૂઆત કરી હતી કે જે તે વિસ્તારમાં ક્લસ્ટરમાં કાર્યરત ઉદ્યોગોને પીઝોમીટર (Piezometer)ના ઇન્સ્ટોલેશન કરવા અંગે મુક્તિ આપવામાં આવે.
GCCI ના આ અંગેના સતત પ્રયત્નોના પરિણામે, CGWA ની જાહેર સૂચના નંબર 05/2023 તારીખ 8મી મે, 2023 દ્વારા તેઓના તારીખ 29મી માર્ચ, 2023 ના નોટિફિકેશનમાં સુધારો કરવામાં આવેલ છે કે “ઔદ્યોગિક વિસ્તારોમાં (નિયુક્ત અથવા, કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સૂચિત), સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) સ્થાનિક જળ-ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ અનુસાર તેમજ પાણીના સ્તર નું નિરીક્ષણ કરી, જરૂરિયાત-આધારિત પીઝોમીટરનું સ્થાપન કરશે તેમજ આ કાર્ય હવે જે તે ક્લસ્ટર ઉદ્યોગોએ કરવાનું નહિ રહે. આ સૂચના પ્રમાણે ક્લસ્ટરમાં સ્થિત ઉદ્યોગોને પીઝોમીટરની ફરજિયાત ઇન્સ્ટોલેશનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
CGWA તરફથી પ્રકાશિત કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના દ્વારા હવે ક્લસ્ટરોમાં સ્થિત ઉદ્યોગો માટે પીઝોમીટર ઇન્સ્ટોલેશન અન્વયે રાહત મળેલ છે. GCCI, ક્લસ્ટરમાં સ્થિત તમામ ઉદ્યોગોને CGWA દ્વારા સુધારેલ સૂચનાનો યોગ્ય અભ્યાસ કરી આ સુધારેલા નિયમો અનુસાર કાર્ય કરવા માટે વિનંતી કરે છે.