એન્કર બુક 11 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે, ઇશ્યૂ 14 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે

SME IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા 66.56 લાખ ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર ફેસ વેલ્યુ રૂ. 10)નો ઇશ્યૂ સામેલ

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ

અમદાવાદ, 4 સપ્ટેમ્બર: ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ પ્રોજેક્ટ્સમાં કન્સ્ટ્રક્શન અને સંલગ્ન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરતી સિવિલ કન્સ્ટ્રક્શન કંપની ચાવડા ઇન્ફ્રા લિમિટેડ તા. 12 સપ્ટેમ્બરના રેજ એસએમઇ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.એન્કર પોઝિશન સોમવારે 11 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ 14 સપ્ટેમ્બર, 2023ના ગુરૂવારે બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી આશરે રૂ. 43 કરોડ (અંદાજે) એકત્ર કરવાની તથા મહિનાના અંતિમ સપ્તાહમાં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. પ્રાઇઝ બેન્ડ 05 સપ્ટેમ્બર, 2023ના મંગળવારે જાહેર કરાશે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કામગીરીમાંથી આવકો રૂ. 161.89 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2021- 22માં રૂ. 109.82 કરોડ અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 91.24 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 12.05 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 5.21 કરોડ અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 4.44 કરોડ હતો. કંપનીની શેર કેપિટલ 31.03.23 સુધીમાં રૂ. 18 કરોડ છે (નાણાકીય વર્ષ 2021-22 અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1.50 કરોડ) તથા ઇપીએસ રૂ. 6.69 (નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 2.90 અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 2.47) છે. પ્રતિ શેર નેટ એસેટ વેલ્યુ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 16.89, નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 10.20 તથા નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 7.30 નોંધાઇ છે.

કંપનીની આઇપીઓ ડિટેઇલ એટ એ ગ્લાન્સ

કંપનીના SME IPOમાં બુક બિલ્ડિંગ રૂટથી 66.56 લાખ ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10 ફેસ વેલ્યુ)નો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.કંપનીએ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂંક કરી છે.
મહેશભાઇ ચાવડા કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડાયરેક્ટર છે, જેઓ સિવિલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.કંપની કન્સ્ટ્રક્શન વેલ્યુ ચેઇનમાં ફેલાયેલી છે, ક્લાયન્ટ્સ માટે પ્લાનિંગ- ડિઝાઇન તથા કન્સ્ટ્રક્શન, પોસ્ટ-કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ સામેલ છે.
રૂ.67,099.45ના 100 પ્રોજેક્ટ્સ છે. અમદાવાદમાં રેસિડેન્શિયલ સ્ટ્રાફ્ટ લક્ઝુરિયા, શિવાલિકપાર્કવ્યૂ, શિવાલિકશારદા હાર્મની, કમર્શિયલ પ્રોજેક્ટ્સ AAA કોર્પોરેટ, સદભાવ, સોલિટેરસ્કાર, સંદેશ, સુયશસોલિટેર, સોલિટેરકનેક્ટ, ઇન્સ્ટિટ્યૂશનમાં AIS ટોડલર્સડેન, નિરમા યુનિ., ઝાયડસ સ્કૂલ.31 મે, 2023 સુધીમાં કંપનીના અંદાજે રૂ. 60,139 લાખના મૂલ્યના આશરે 26 પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જે મજબૂત ઓર્ડર બુક સૂચવે છે. હાલમાં કાર્યરત 26 પ્રોજેક્ટ્સમાંથી 4 કમર્શિયલ પ્રોજેક્ટ્સ અને 4 ઇન્સ્ટિટ્યૂશનલ પ્રોજેક્ટ્સ તથા 18 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે.