અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ CNC મશીનના ઉત્પાદન ઉત્પાદક જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (IPO)માં રૂ. 1000 કરોડનો ફ્રેશ ઈશ્યૂ સમાવિષ્ટ છે. કંપનીએ ડ્રાફ્ટમાં જણાવ્યા મુજબ, IPO હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા માટે કરશે. વધુમાં કંપનીના બાકી દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ-ચુકવણી પણ કરવા ફંડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

જ્યોતિ CNC ઓટોમેશન ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી CNC મશીન ઉત્પાદક કંપની છે. જેનો નાણાકીય વર્ષ 2022માં માર્કેટ હિસ્સો 8% હતો. કંપની ભારતમાં એક સાથે 5-એક્સિસ CNC મશીનોની અગ્રણી ઉત્પાદક તેમજ સૌથી વધુ વૈવિધ્યસભર મશીનોની સપ્લાયર છે.

જ્યોતિ CNC ઓટોમેશન સ્પેસ એપ્લિકેશન સેન્ટરના મોટા ગ્રાહકો ધરાવે છે – ઈસરો, બ્રહ્મોસ એરોસ્પેસ તિરુવનંતપુરમ લિમિટેડ, એમબીડીએ, ટર્કિશ એરોસ્પેસ, યુનિપાર્ટેડ ઈન્ડિયા લિમિટેડ, બ્રહ્મોસ એરોસ્પેસ તિરુવનંતપુરમ લિમિટેડ, ટાટા એડવાન્સિસ સિસ્ટમ લિમિટેડ, ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ લિમિટેડ, ભારત ફોર્જ લિમિટેડ, C.R.I. પંપ્સ પ્રાઈવેટ લિમિટેડ, કલ્યાણી ટેક્નોફોર્જ લિમિટેડ, હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડ, બોશ લિમિટેડ, HAWE Limited, ફેડરલ પ્રાઈવેટ લિમિટેડ.

30 જૂન, 2023 સુધીમાં, જ્યોતિ CNC ઓટોમેશન પાસે ₹31,430.56 મિલિયનની ઓર્ડર બુક હતી, જેમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (EMS) ઉદ્યોગમાં એક કંપનીનો ₹2,602.50 મિલિયનનો ઓર્ડર પણ સામેલ છે (એન્ડ યુઝર ઈન્ડસ્ટ્રીઝ તરીકે અમને ઉલ્લેખિત કર્યા મુજબ મશીનોના પુરવઠાનો સમય).

ઇશ્યૂના લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂ (BRLMs)ના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. કંપની આ ઇક્વિટી શેર્સનું BSE અને NSE ખાતે લિસ્ટિંગ કરાવશે.