CMS ઈન્ફો સિસ્ટમ્સનો વાર્ષિક નફો 33% ટકા
મુંબઈ, 23 મેઃ બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સર્વિસીઝ ઓફર કરતી બિઝનેસ સર્વિસીઝ કંપની CMS ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો વાર્ષિક ચોખ્ખો નફો 33 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
નાણાંકીય વર્ષ 2023ની કામગીરી પર એક નજરઃ
કંપનીએ રૂ. 1,915 કરોડની આવક હાંસલ કરી જે વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ દર્શાવે છે જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 408 કરોડથી 36% વધીને રૂ. 552 કરોડ થયો હતો.
આવક રૂ. 1915 કરોડ વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ20% | એબિટા રૂ. 552 કરોડ વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ36% | એબિટા માર્જિન 28.6% વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 310 બેસિસ પોઈન્ટ્સ | ચોખ્ખો નફો રૂ. 297 કરોડ વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 33% |
નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી પર એક નજરઃ
કંપનીએ રૂ. 501 કરોડની આવક હાંસલ કરી હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 13% વધુ હતી, જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) ત્રિમાસિક ગાળામાં રૂ. 140 કરોડથી 25% વધીને રૂ. 149 કરોડ થયો હતો.
આવક રૂ. 501 કરોડ વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ13% | એબિટા રૂ. 149 કરોડ વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 25% | એબિટા માર્જિન 29.7% વાર્ષિક ધોરણે વૃદ્ધિ: 100 બેસિસ પોઈન્ટ્સ | ચોખ્ખો નફો રૂ. 80 કરોડ વાર્ષિક ધોરણે વૃદ્ધિઃ25% |
CMS ઈન્ફો સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી રાજીવ કૌલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમે રૂ. 500 કરોડની આવક સાથે એક સીમાચિહ્ન પણ પાર કર્યું છે.