કોમોડિટી વાયદોઃ સોનામાં રૂ.669 અને ચાંદીમાં રૂ.1,461નો ઉછાળો
મેન્થા તેલ, કોટનના વાયદાના ભાવમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં175 પોઈન્ટની મૂવમેન્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,97,061 સોદાઓમાં કુલ રૂ.18,258.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 175 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 93,118 સોદાઓમાં કુલ રૂ.6,417.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,921ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,350 અને નીચામાં રૂ.50,921ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.669 વધી રૂ.51,279ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.415 વધી રૂ.41,081 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.5,115ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,699ના ભાવે ખૂલી, રૂ.836 વધી રૂ.51,672ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,266 અને નીચામાં રૂ.63,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1461 વધી રૂ.63,123ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 1275 વધી રૂ.63,748 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,269 વધી રૂ.63,756 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1500 કરોડના વેપાર
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,645 સોદાઓમાં રૂ.1,500.66 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.245.90 અને જસત મે વાયદો રૂ.0.55 ઘટી રૂ.334ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.2.80 વધી રૂ.768.25 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.39.6 ઘટી રૂ.2,336.40 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.186ના ભાવ થયા હતા.
ક્રૂડ તેલમાં રૂ.44ની વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 45,773 સોદાઓમાં કુલ રૂ.4,631.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,227ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,300 અને નીચામાં રૂ.8,190ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.44 વધી રૂ.8,269 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.30 ઘટી રૂ.637.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 824 સોદાઓમાં રૂ.92.74 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,470ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,870 અને નીચામાં રૂ.46,440ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.420 વધી રૂ.46,660ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,300ના ભાવે ખૂલી, રૂ.183 ઘટી રૂ.17267 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.90 વધી રૂ.1076.50 થયો હતો.
સોનાના વિવિધ વાયદામાં 17,211.364 કિલોનો ઓપન ઇન્ટરેસ્ટ
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,211.364 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 679.926 ટન, ક્રૂડ તેલમાં 739000 બેરલ અને નેચરલ ગેસમાં 11512500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 100925 ગાંસડી, મેન્થા તેલમાં 471.96 ટન, રબરમાં 2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં 889 સોદાઓમાં રૂ.82.02 કરોડનાં 1,117 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,128 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,545ના સ્તરે ખૂલી, 175 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 221 પોઈન્ટ વધી 14,682ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 47812 સોદાઓમાં રૂ.5,534.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.902.09 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.76.44 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,538.24 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,017.25 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 159.98 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.370 ખૂલી, ઊપરમાં રૂ.421 અને નીચામાં રૂ.340 રહી, અંતે રૂ.110 વધી રૂ.411 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.310 ખૂલી, ઊપરમાં રૂ.352 અને નીચામાં રૂ.277 રહી, અંતે રૂ.12.30 વધી રૂ.332.40 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.310 ખૂલી, ઊપરમાં રૂ.399 અને નીચામાં રૂ.300.50 રહી, અંતે રૂ.106 વધી રૂ.353 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.520 ખૂલી, ઊપરમાં રૂ.620 અને નીચામાં રૂ.460 રહી, અંતે રૂ.317 ઘટી રૂ.522.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.232 ખૂલી, ઊપરમાં રૂ.251.40 અને નીચામાં રૂ.215.10 રહી, અંતે રૂ.21.90 ઘટી રૂ.225.50 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.05 ખૂલી, ઊપરમાં રૂ.34.65 અને નીચામાં રૂ.25.60 રહી, અંતે રૂ.2.30 વધી રૂ.33.35 થયો હતો.