ઇથિઓપિયાના ડિરે. જનરલ FDAના હસ્તે કેડિલા ફાર્માની ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ લેબનુ ઉદ્દઘાટન

 કેડીલા ફાર્માસ્યુટિકલ્સની ધોળકા ખાતેની નવી ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ  લેબોરેટરીનું ઉદ્દઘાટન રવિવારે(19, June)  ઈથીઓપિયાના સરકારી અધિકારીઓના બનેલા ઉચ્ચસ્તરીય ડેલિગેશનની મુલાકાત દરમ્યાન કરવામાં આવ્યું હતું. ઈથીઓપિયાના એમ્બેસેડર એકસ્ટ્રાઓર્ડિનરી અને ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઈથીઓપિયાના ભારત ખાતેના પ્લેનીપોટેન્શિયરી એચ ઈ ડો. ટીઝીટા મુલુગેટા યીમામ, ઈથીઓપિયાન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રશનના ડિરેક્ટર જનરલ શ્રીમતિ હેરન ગેરબા અને ગુજરાતના એફડીસીએ કમિશ્નર ડો. એચ.જી કોશિયા તથા અન્ય અધિકારીઓએ ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્દઘાટન કર્યું હતું. ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ લેબોરેટરીનો પૂરો એક ફ્લોર સોલીડ ઓરલ્સ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાશે. પ્રથમ માળે ઈન્જેક્શન્સ અને અન્ય માળમાં ડેડીકેટેટ એનાલિટીકલ લેબ કામ કરશે તેવું આ પ્રસંગે કેડીલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદીએ જણાવ્યું હતું.

બેંક ઓફ ઇન્ડિયાની 5.50%ના વ્યાજ સાથે 444 દિવસની ડિપોઝિટ સ્કીમ પ્રસ્તુત

બેંક ઓફ ઇન્ડિયાએ 23 જૂન, 2022ના રોજથી વાર્ષિક 5.50 ટકાના આકર્ષક વ્યાજદર સાથે 444 દિવસની ટર્મ ડિપોઝિટ સ્કીમ પ્રસ્તુત કરી છે. આ સ્પેશ્યલ ટર્મ ડિપોઝિટ સ્કીમ 7 સપ્ટેમ્બર, 2022ના રોજ બેંકના 117મા સ્થાપના દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ ટર્મ ડિપોઝિટ સ્કીમનો આશય નીતિગત દરોમાં ફેરફારોના લાભ ગ્રાહકો અને સાધારણ જનતાને આપવાની બેંકની કટિબદ્ધતાની પુષ્ટિ કરવાનો છે. સમાજના તમામ વર્ગો એટલે પગારદાર, ઉદ્યોગસાહસિકો, સ્વરોજગારી મેળવતા લોકો, ખેડૂતો વગેરેને સેવા આપવાના પ્રયાસના ભાગરૂપે બેંક હંમેશા શક્ય તમામ પગલાં લે છે, જેમાં કેન્દ્રસ્થાને ગ્રાહકો માટે મૂલ્યને જાળવે છે. આ ઓફર મર્યાદિત ગાળા માટે જ માન્ય રહેશે અને બેંક ઓફ ઇન્ડિયાની તમામ શાખાઓ/ઓનલાઇન પ્લેટફોર્મ્સ એટલે કે ઇન્ટરનેટ બેંકિંગ/બીઓઆઈ મોબાઇલ એપ પર ઉપલબ્ધ થશે. આ અતિ સ્પેશ્યલ ટર્મ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને વર્ષ 0.50 ટકા વ્યાજ વધારે મળશે. બેંકએ મેચ્યોરિટીના વિવિધ ગાળાની ટર્મ ડિપોઝિટ પર પણ આરઓઆઈમાં 40 બીપીએસ સુધીનો વધારો કર્યો છે.

યસ બેંકે ફ્લોટિંગ રેટ ફિક્સ્ડ ડિપોઝિટ પ્રસ્તુત કરી

યસ બેંકે તમામ સ્થાનિક ગ્રાહકો માટે નવીન ઉત્પાદન ફ્લોટિંગ રેટ ફિક્સ્ડ ડિપોઝિટ પ્રસ્તુત કરી છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પર વ્યાજદર પ્રવર્તમાન રેપો રેટ સાથે જોડાયેલા હશે, જે બેંકના ગ્રાહકોને તેમની ફિક્સ્ડ ડિપોઝિટ પર બદલાતા વળતરનો લાભ લેવાની સુવિધા આપશે. ફ્લોટિંગ રેટ ફિક્સ્ડ ડિપોઝિટ ગ્રાહકોને એવા પ્રકારની એસેટનો લાભ લેવા સક્ષમ બનાવવા ડિઝાઇન કરેલી વિશિષ્ટ ઓફર છે, જે સેન્ટ્રલ બેંક (આરબીઆઈ) દ્વારા જાહેર થતા રેપો રેટ સાથે જોડાયેલા બદલાતા વ્યાજદરો સાથે ફિક્સ્ડ ડિપોઝિટની સલામતી ઓફર કરે છે. ગ્રાહકો આ ફ્લોટિંગ રેટ એફડીનો લાભ તેમની પસંદગી મુજબ 1 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદ્દત માટે લઈ શકશે. આ અંગે યસ બેંકના એમડી અને સીઇઓ પ્રશાંત કુમારે કહ્યું હતું કે, ફ્લોટિંગ રેટ ફિક્સ્ડ ડિપોઝિટ એક પ્રકારની એફડી પ્રોડક્ટ છે, જે આ પ્રકારના સતત પ્રયાસોનો વધુ એક પુરાવો છે. આ પ્રોડક્ટના મુખ્ય ફાયદા પૈકીનો એક ફાયદો એ છે કે, વ્યાજદરમાં સુધારો ઓટોમેટિક થશે અને બેંક કે ગ્રાહકો દ્વારા કોઈ પણ પ્રકારના માનવીય હસ્તક્ષેપની જરૂર નહીં પડે. આ ફ્લોટિંગ રેટ એફડી પ્રસ્તુત કરવા પાછળ કાળજીપૂર્વકનો વિચાર રહેલો છે તથા અમારા રિટેલ પ્રોડક્ટની ઓફર વધારવાની દિશામાં વધુ એક પગલું છે.

ICICI પ્રુડેન્શિયલ લાઇફે રૂ. 968.8 કરોડના સૌથી વધારે વાર્ષિક બોનસની જાહેરાત કરી

ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડની દ્રષ્ટિએ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમાકંપની આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે નાણાકીય વર્ષ 2021-22માં લાયકાત ધરાવતા તમામ સહભાગી પોલિસીધારકોને વાર્ષિક રૂ. 968.8 કરોડનું બોનસ જાહેર કર્યું છે. બોનસની ચુકવણીનું આ સતત 16મું વર્ષ છે અને અત્યાર સુધી કંપનીએ સૌથી વધુ બોનસની ચુકવણી ચાલુ વર્ષે કરી છે, જે નાણાકીય વર્ષ 2020-21માં ચુકવણી થયેલા બોનસ કરતાં 12 ટકા વધારે છે. 31 માર્ચ, 2022 સુધી લાગુ તમામ સહભાગી પોલિસીઓ આ વાર્ષિક બોનસ મેળવવાને પાત્ર છે, જેને પોલિસીધારકોના બેનિફિટમાં ઉમેરવામાં આવશે. લગભગ એક મિલિયન સહભાગી પોલિસીધારકોને આનો લાભ મળશે. આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એન એસ કન્નને કહ્યું હતું કે, “અમને નાણાકીય વર્ષ 2021-22 માટે વાર્ષિસ બોનસ રૂ. 968.8 કરોડ જાહેર છે, જે કંપનીની શરૂઆતથી અત્યાર સુધી કોઈ પણ વર્ષે સૌથી વધુ જાહેર થયેલું બોનસ છે. ઉપરાંત આ નાણાકીય વર્ષ 2020-21માં જાહેર થયેલા બોનસની સરખામણીમાં 12 ટકા વધારે છે

આઇસીઆઇસીઆઈ બેંકે સ્ટુડન્ટ ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પ્લેટફોર્મ કેમ્પસ પાવર શરૂ કર્યું

આઇસીઆઇસીઆઈ બેંકે ભારત અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ડિજટિલ પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ‘કેમ્પસ પાવર’ નામનું વન-સ્ટોપ પ્લેટફોર્મ છે, જે વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને સંસ્થાઓ સહિત સંપૂર્ણ સ્ટુડન્ટ ઇકોસિસ્ટમની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરશે. આ પ્લેટફોર્મ એક જગ્યાએ બેંકિંગ અને મૂલ્ય-સંવર્ધિત સમાધાનો એમ બંનેની જરૂરિયાતો પૂરી કરશે, સ્ટુડન્ટ ઇકોસિસ્ટમ માટે વિવિધ હિતધારકો સાથે સંપર્ક કરવા માટેની જરૂરિયાત દૂર કરશે. આ પ્લેટફોર્મ અન્ય બેંકના ગ્રાહકો સહિત કોઈ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. આ પ્રથમ પ્રકારની પહેલ ‘કેમ્પસ પાવર’ યુઝર્સને તેમની વિવિધ જરૂરિયાતોને અનુકૂળ નાણાકીય ઉત્પાદનોનો લાભ લેવામાં મદદરૂપ થશે, જેમાં બેંક એકાઉન્ટથી લઈને ઓવરસીઝ એકાઉન્ટ, એજ્યુકેશન લોન અને એના કરવેરાના લાભ, ફોરેન એક્સચેન્જ સોલ્યુશન્સ, પેમેન્ટ સોલ્યુશન્સ, કાર્ડ્સ, અન્ય લોન અને રોકાણ સામેલ છે. ઉપરાંત પ્લેટફોર્મ ભારતમાં તથા કેનેડા, યુકે, જર્મની, યુએસએ અને ઓસ્ટ્રેલિયા સહિત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ સાથે સંબંધિત અનેક મૂલ્ય-સંવર્ધિત સેવાઓની માહિતી પ્રદાન કરશે. આ માટે પેનલમાં સામેલ પાર્ટનર્સ અભ્યાસક્રમો/યુનિવર્સિટીઓ, સ્થળો, એડમિશન માટે માર્ગદર્શન, પરીક્ષાની તૈયારી, વિદેશમાં રહેવાસની સુવિધા અને પ્રવાસમાં સહાય પર મૂલ્ય-સંવર્ધિત સેવાઓ પ્રદાન કરશે તેવું આઇસીઆઇસીઆઈ બેંકના અનસીક્યોર્ડ એસેટના હેડ સુદિપ્તા રૉયએ કહ્યું હતું.

L&Tએ હાઇડ્રોકાર્બન વ્યવસાય માટે કોન્ટ્રાક્ટ્સ મેળવ્યાં

મુંબઈ, 23 જૂન, 2022: એલએન્ડટીના હાઇડ્રોકાર્બન ડિવિઝને વિદેશના એક પ્રસિદ્ધ ક્લાયન્ટ પાસેથી ત્રણ ઓફશોર પેકેજ મેળવ્યાં છે. તેમાં વિવિધ નવા ઓફશોર જેકેટ માળખા માટે એન્જિનીયરિંગ, પ્રોક્યુરમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઇન્સ્ટોલેશનની કામગીરી સામેલ હશે. એલએન્ડટી એનર્જી હાઇડ્રોકાર્બન (એલટીઇએચ)એ અગાઉ આ ક્લાયન્ટ માટે વિવિધ ઓર્ડરનો અમલ કર્યો છે એલટીઇએચ કેટલાંક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઓફશોર પ્રોજેક્ટનો અમલ કરે છે તથા એવા વિસ્તારોમાં એની પ્રાદેશિક કામગીરી ઊભી કરવા કટિબદ્ધ છે, જ્યાં તે સ્થાનિક કુશળતાઓ અને પ્રતિભા દ્વારા વૃદ્ધિ કરવા કાર્યરત છે, સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદી વધારવા કાર્યરત છે, જે સતત વર્કલોડના પાયા પર સ્થાનિક કોન્ટ્રાક્ટર્સ સાથે વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે. ઓફશોર, ઓનશોર, નિર્માણ સેવાઓ, મોડ્યુલર ફેબ્રિકેશન અને એડવાન્સ્ડ વેલ્યુ એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી (AdVENT) વર્ટિકલ્સ અંતર્ગત એલટીઇએચ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સંકલિત ડિઝાઇન-ટૂ-બિલ્ડ સોલ્યુશ્સ ઓફર કરે છે. ત્રણ દાયકાથી વધારેના બહોળા અનુભવ સાથે કંપનીએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કોર્પોરેટ વહીવટ, ગુણવત્તા, એચએસઇ અને કાર્યકારી કાર્યદક્ષતાના તમામ પાસામાં આંતરરાષ્ટ્રીય માપદંડો સ્થાપિત કરે છે.

યસ બેંકે બ્રાન્ચ બેંકિંગના કન્ટ્રી હેડ તરીકે ધીરજ સાંધીની નિમણૂક કરી

યસ બેંકે બ્રાન્ચ બેંકિંગના કન્ટ્રી હેડ તરીકે ધીરજ સાંધીની નિમણૂક કરી છે. આ ભૂમિકામાં તેઓ બ્રાન્ચ બેંકિંગ, રુરલ બ્રાન્ચ બેંકિંગ, કોર્પોરેટ સેલેરી, TASC અને એમ્બેસી બિઝનેસની જવાબદારી સંભાળશે, જવાબદારીઓનો આધાર અને ફીની આવકમાં વૃદ્ધિને વેગ આપશે. સાંધી સંસાધન સ્તરની ઉત્પાદકતા સુધારી, ચેનલ્સ અને યેસ બેંકના સ્થાપિત બ્રાન્ચ નેટવર્કની પહોંચના ઉપયોગ વચ્ચે સમન્વય વધારીને સતત અને નફાકારક જવાબદારી વ્યવસાયનું નિર્માણ કરવા ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ યસ બેંકના રિટેલ બેંકિંગના ગ્લોબલ હેડ શ્રી રંજન પેન્ટલને રિપોર્ટ કરશે.  સાંધી બ્રાન્ચ અને બેંકિંગની તમામ કામગીરીઓમાં મોટા પાયે વિતરણનું વ્યવસ્થાપન કરવામાં સઘન અનુભવ સાથે 25 વર્ષથી વધારે સમયગાળાનો બહોળો અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ પેટીએમમાં ચીફ બિઝનેસ ઓફિસર હતા. તેઓ ઇન્ડસઇન્ડ બેંક અને આઇસીઆઇસીઆઈ બેંક જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા.