Corporate appointments
Corporate News At a Glance
કોર્સ5 ઇન્ટેલિજન્સ: પ્રેસિડન્ટ – COO તરીકે નીતેશ જૈનની નિયુક્તિ
ડેટા એનાલિટિક્સ અને ઇનસાઇટ્સ કંપની કોર્સ5 ઇન્ટેલિજન્સે તેનાં પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિતેશ જૈનની નિયુક્તિ કરી છે. તેઓ કોર્સ5માં ગ્લોબલ રેવન્યુ, સેલ્સ, ડિલિવરી અને સોલ્યુશન્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) સ્ટ્રેટેજી સહિતની કામગીરી સંભાળશે. તે કોર્સ5ના સીઇઓ અશ્વિન મિત્તલ અને અન્ય એક્ઝિક્યુટિવ લીડર્સ સાથે કોર્પોરેટ ડેવલપમેન્ટ અને ગો-ટુ-માર્કેટ સ્ટ્રેટેજી પર કામ કરશે. નિતેશ 24 વર્ષનો વૈશ્વિક અનુભવ ધરાવે છે, ખાસ કરીને વિવિધ ઉદ્યોગોમાં ડેટા-ડ્રિવન એનાલિટિક્સ સર્વિસિસ, આઇટી સર્વિસિસ અને ડિજિટલ સોલ્યુશન્સમાં તેમણે સફળતાપૂર્વક કામ કર્યું છે. નિતેશ વિપ્રોની એડવાન્સ્ડ એનાલિટિક્સ અને ડેટા સાયન્સ પ્રેક્ટિસના ફાઉન્ડીંગ લીડર હતા જેનીની સ્થાપના 2005માં થઈ હતી અને 2014 સુધીમાં તેણે નોંધપાત્ર વૃધ્ધિ કરી હતી. વિપ્રોમાં 19 વર્ષનાં શાસન દરમિયાન તેમણે યુકે અને આયર્લેન્ડ ક્લસ્ટર માટે વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ તરીકે કામ કર્યું હતું. કોર્સ5એ માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 247.19 કરોડની કુલ આવક નોંધાવી હતી. કોર્સ5એ સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા છ મહિના માટે મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી હતી. અગાઉનાં વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 112.21 કરોડથી 28.03 ટકા વધીને રૂ. 143.67 કરોડ થઈ હતી. સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા છ મહિનામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 12.79 કરોડથી 110 ટકા વધીને રૂ. 26.82 કરોડ થયો હતો.
IIFL વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે સુશ્રી સંતોષી કિટ્ટુરની નિમણૂક
IIFL વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટ (IIFL ડબલ્યુએએમ)એ સુશ્રી સંતોષી કિટ્ટુરની ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિમણૂક કરી છે. સંતોષી વેલ્થ એન્ડ અલ્ટરનેટ્સ માર્કેડ લીડરમાં લીડરશિપ ટીમમાં જોડાયા છે. આ ભૂમિકામાં સંતોષી ટેકનોલોજી અને સીક્યોરિટી વ્યૂહરચનાઓના વિઝન, બનાવવા અને અમલ કરવા માટે જવાબદાર હશે તથા સુનિશ્ચિત કરશે કે કંપનીની ટેકનોલોજી ક્ષમતાઓ વૃદ્ધિ અને વિશિષ્ટતાને સક્ષમ બનાવશે. IIFL ડબલ્યુએએમમાં જોડાયા અગાઉ તેઓ પ્રાઇસવોટરહાઉસકૂપર્સમાં મેનેજિંગ ડિરેક્ટર તથા બેંગલોરમાં એક્સલરેશન સેન્ટરમાં લીડરશિપમાં સામેલ હતા. આશરે 25 વર્ષની કારકિર્દીમાં તેમણે ટેકનોલોજી સ્ટ્રેટેજી, માર્કેટ અને પ્રોડક્ટ સ્ટ્રેટેજી, પ્રાઇઝિંગ અને ઇનોવેશન પર મેકકિન્સી એન્ડ કંપની, ગાર્ટનર કન્સલ્ટિંગ અને ઇન્ફોસિસ જેવી આંતરરાષ્ટ્રીય અગ્રણી કંપનીઓમાં કામ કર્યું છે. તેમણે સિડની, સિંગાપોર અને લંડન સહિત દુનિયાભરમાં રહીને કામ કર્યું છે. નફાકારક એક્ઝિટ સાથે અનુભવી ઉદ્યોગસાહસિક સંતોષી ટેક અને વિવિધતા તથા સર્વસમાવેશકતા લીડર્સમાં અગ્રણી મહિલાઓમાં સ્થાન ધરાવે છે. આ નિમણૂક પર IIFL વેલ્થ એન્ડ એસેટ મેનેજમેન્ટના સ્થાપક, એમડી અને સીઇઓ કરન ભગતે કહ્યું હતું કે, “અમને સંતોષીને સામેલ કરવાની ખુશી છે. ટેકનોલોજી, સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશનમાં તેમની કુશળતા ટેકનોલોજીકલ સોલ્યુશન્સનો મહત્તમ ઉપયોગ કરવા અને ક્લાયન્ટની સફરને સુધારવા અમારી હાલની પ્રવૃત્તિઓને વધારશે.