મહિન્દ્રાની સ્કોર્પિયો-Nના ઓટો અને 4WD માટે પ્રારંભિક કિંમત જાહેર

મુંબઈ: ભારતમાં એસયુવી સેગમેન્ટમાં પથપ્રદર્શક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ આજે વર્ષની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી એસયુવી ઓલ-ન્યૂ સ્કોર્પિયો-Nના ઓટોમેટિક અને 4WD વેરિઅન્ટ માટે પ્રારંભિક કિંમતોની જાહેરાત કરી હતી. સેગમેન્ટમાં સૌપ્રથમ ટેકનોલોજી અને ખાસિયતો સાથે સજ્જ સ્કોર્પિયો-Nનો ઉદ્દેશ દેશમાં નવી પેઢીના, અધિકૃત એસુયવી ઉત્સાહીઓને ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે, જેની પ્રારંભિક કિંમતો પ્રથમ 25,000 બુકિંગ માટે લાગુ છે. ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ AISIN 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવશે. સ્કોર્પિયો-N કેટેગરીમાં સૌપ્રથમ ઇન્ટેલિજન્ટ ટેરેન મેનેજમેન્ટ ટેકનોલોજી 4XPLOR ઉપરાંત 4WD વેરિઅન્ટ શિફ્ટ ઓન ફ્લાયખાસિયત ધરાવે છે તેમજ સંબંધિત 2WD વેરિઅન્ટની પ્રારંભિક કિંમત ₹2.45 લાખ પર ઉપલબ્ધ થશે. 4WD Z4, Z8, અને Z8L ડિઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. સ્કોર્પિયો-Nનું 6-સીટર વેરિઅન્ટ સિલેક્ટ Z8L વેરિઅન્ટની પારંભિક કિંમત સંબંધિત 7-સીટરની કિંમત કરતાં ₹20,000 વધારે છે. ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N માટે બુકિંગ 30 જુલાઈ, 2022ના રોજ સવારે 11.00 વાગ્યાથી ઓનલાઇન શરૂ થશે અને સાથે સાથે  મહિન્દ્રાની ડિલરશિપ પર પણ શરૂ થશે. સ્કોર્પિયો-Nની ડિલિવરી તહેવારની આગામી સિઝન દરમિયાન 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થશે.      

મહિન્દ્રા 575 DI XP પ્લસએ ITOTY એવોર્ડ્ઝમાં ઇન્ડિયા ટ્રેક્ટર ઓફ ધ યર 2022 એવોર્ડ જીત્યો

મુંબઈ: વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક મહિન્દ્રા ઇક્વિપમેન્ટ સેક્ટરની મહિન્દ્રા ટ્રેક્ટર્સને નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ટ્રેક્ટર ઓફ ધ યર (ITOTY) એવોર્ડની ત્રીજી એડિશનમાં ચાર એવોર્ડ મળ્યાં હતાં. જેમાં,

•      મહિન્દ્રા 575 DI XP પ્લસ માટે ઇન્ડિયન ટ્રેક્ટર ઓફ ધ યર 2022

•      મહિન્દ્રા નોવો 755 DI માટે બેસ્ટ ટ્રેક્ટર એબાવ 60HP

•      ભારતની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ટ્રેક્ટર ઉત્પાદક

•      મહિન્દ્રા શ્રી ચાઇલ્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ માટે બેસ્ટ CSR ઇનિશિયેટિવ 2022નો સમાવેશ થાય છે.

ગયા વર્ષે પ્રસ્તુત થયેલું મહિન્દ્રા 575 DI XP પ્લસ 40થી 50 HP કેટેગરીમાં સૌથી મજબૂત બ્રાન્ડ છે. મહિન્દ્રા 575 DI XP પ્લસ એક 2WD ટ્રેક્ટર છે, જે 35 kW (46.9 HP) ફોર-સિલિન્ડર ELS DI એન્જિન, સરળ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશ અને 1480 કિલોગ્રામ એડવાન્સ્ડ ADDC હાઇડ્રોલિક્સ હાઈ લિફ્ટ ક્ષમતા ધરાવે છે. ટ્રેક્ટર છ-વર્ષની વોરન્ટી પણ ધરાવે છે. મહિન્દ્રા નોવો 755 DI ભારતમાં સૌથી વધુ પાવરફૂલ ટેકનોલોજીકલી અત્યાધુનિક 4WD ટ્રેક્ટર્સ પૈકીનું એક છે, જે 55.2 kW (74.0 HP) ફોર-સિલિન્ડર એન્જિન, રેટેડ RPM (r/min) 2100, 30 અલગઅલગ સ્પીડ વિકલ્પ જેવી ટેકનોલોજી ખાસિયતો આ ટ્રેક્ટરને પ્રચૂર ક્ષમતા ધરાવતું બનાવે છે. ITOTYએ વર્ષ 2019માં ટ્રેક્ટર જંક્શનની શરૂઆત કરી હતી, જે એક પ્લેટફોર્મ છે. ITOTY એવોર્ડ્ઝનો નિર્ણય જ્યુરીના સભ્યો કરે છે, જેમાં સમગ્ર દેશમાંથી કૃષિ ઉપકરણ નિષ્ણાતો સામેલ હોય છે, જેઓ તટસ્થ રીતે મતદાન કર્યા પછી સૌથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી કરી છે.

ફાસ્ટ્રેકનું આ પ્રાઇમ ડે પર સ્માર્ટવોચ રિફ્લેક્સ પ્લે લોંચ કરવા એમેઝોન ફેશન સાથે જોડાણ

નવી દિલ્હી: એક્સેસરીઝ બ્રાન્ડ ફાસ્ટ્રેક આ પ્રાઇમ ડે પર એમેઝોન પર અદ્યતન સ્માર્ટવોચની રિફ્લેક્સ પ્લે લોંચ કરી રહી છે, જે Amazon.in પર પ્રાઇમ મેમ્બર્સ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી શોપિંગ ઇવેન્ટ છે. નવા લોંચ વગેરેના બે દિવસની શરૂઆત 23 જુલાઈ, 2022ના રોજ મધરાતે 12.00 વાગ્યાથી શરૂ થશે અને 24 જુલાઈ, 2022 સુધી ચાલશે. ફાસ્ટ્રેક રિફ્લેક્સ પ્લે એક એવી  સ્માર્ટવોચ છે, જે 1.3” એમોલેડ ડિસ્પ્લે ધરાવે છે તથા બ્લડ પ્રેશર મોનિટરિંગ અને SPO2 મોનિટરિંગ જેવી ખાસિયતો ધરાવે છે. અન્ય ડિસ્પ્લે ટેકનોલોજીની સરખામણીમાં સ્માર્ટ વોચની 1.3” એમોલેડ ખાસિયત શ્રેષ્ઠ કામગીરી આપશે. ચાર કલર્સમાં ઉપલબ્ધ ફાસ્ટ્રેક રિફ્લેક્સ વિવિધ એનિમેટેડ વોચ ફેસ ધરાવે છે અને બિલ્ટ-ઇન ગેમ્સને સપોર્ટ પણ કરે છે. રિફ્લેક્સ પ્લે પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન પ્રાઇમ ડેની બે-દિવસીય મેગા ઇવેન્ટ દરમિયાન એક્સક્લૂઝિવ લોંચ થશે. આ લોંચ પર ફાસ્ટ્રેકના માર્કેટિંગ હેડ અજય મૌર્યએ કહ્યું કે, ફાસ્ટ્રેક રિફ્લેક્સ પ્લે સીરિઝ 1.3” એમોલેડ ડિસ્પ્લે જેવી સંવર્ધિત ખાસિયતો સાથે નવી રેન્જ છે. સ્માર્ટવોચિસ અત્યારે દરેકની સ્ટાઇલનો ભાગ બની ગઈ છે અને અમે અહીં અત્યાધુનિક ફેશનેબલ અને ખાસિયતોથી ભરપૂર વિવિધ વોચ પ્રસ્તુત કરી છે. રિફ્લેક્સ પ્લે એમેઝોન પ્રાઇમ ડે દરમિયાન રૂ. 5995ની એક્સક્લૂઝિવ કિંમતે રજૂ થશે.

ટાટાના પૌષ્ટિક તત્વો ધરાવતા સમર્પણ ડ્રાય ફ્રુટ્સ લોન્ચ

મુંબઇઃ ટાટા સમર્પણ ઊંચી ગુણવત્તા ધરાવતા ડ્રાય ફ્રુટ્સ સહિતની સામગ્રી રજૂ કરી રહી છે. ટાટા સમર્પણ નટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ્સની રેન્જમાં પ્રીમિયમ કાજુ, કિસમિસ, બદામ અને પિસ્તાનો સમાવેશ થાય છે. કંપની દાવો કરે છે કે, મલ્ટીલેયર પેકેજિંગને કારણે ટેસ્ટ અને ક્વોલિટી સર્વોત્તમ હોય છે. 200 ગ્રામ અને 500 ગ્રામનાં પેકેટમાં ઉપલબ્ધ ટાટા સમર્પણ ડ્રાય ફ્રુટ્સ ઇ-કોમર્સ ઉપરાંત દેશભરમાં કેટલાંક જનરલ સ્ટોર્સમાં પણ મળી શકશે. ટાટા સમર્પણ ડ્રાય ફ્રુટ રેન્જમાં 100 ટકા પ્રીમિયમ પિસ્તા (સોલ્ટેડ અને રોસ્ટેડ), 100 ટકા પ્યોર કેલિફોર્નિયા બદામ અને 100 ટકા પ્યોર પ્રીમિયમ કાજુનો સમાવેશ થાય છે. ટાટા સમર્પણના 100 ટકા પ્યોર પ્રીમિયમ કિસમસમાં હાથે સૂકવેલી સુકી દ્રાક્ષની શ્રેષ્ઠ વેરાયટી હોય છે.

હિંદુસ્તાન પાવર એક્સચેન્જે પાવર ટ્રેડિંગના 100 MUનો આંક વટાવ્યો

નવી દિલ્હી: પીટીસી ઇન્ડિયા લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને આઇસીઆઇસીઆઈ બેંક દ્વારા પ્રમોટેડ હિંદુસ્તાન પાવર એક્સચેન્જ લિમિટેડ (એચપીએક્સ)એ એના લોંચ પછી ટ્રેડેડ પાવરના 100 એમયુનો આંકડો વટાવી દીધો હતો. નવરચિત પાવર ટ્રેડિંગ એક્સચેન્જે આ સીમાચિહ્ન એની કામગીરી શરૂ થયાના ફક્ત બે અઠવાડિયાઓમાં હાંસલ કર્યું હતું. એચપીએક્સ હવે જે સેગમેન્ટ (કન્ટિન્જન્સી)માં લોંચ થયું છે એમાં દેશમાં નંબર ટૂ એક્સચેન્જ બની ગયું છે. એચપીએક્સમાં પ્રથમ 15 દિવસમાં પીક વોલ્યુમ 15 એમયુ હાંસલ થયું હતું, તો દૈનિક સરેરાશ વોલ્યુમ 7.5 એમયુ હાંસલ થયું છે, જે એચપીએક્સ પ્લેટફોર્મ પર અત્યાર સુધી રજિસ્ટર થયું છે. અત્યારે એક્સચેન્જ કન્ટિન્જન્સી કોન્ટ્રાક્ટ્સ, ગ્રીન કન્ટિન્જન્સી કોન્ટ્રાક્ટ અને રિન્યૂએબલ એનર્જી સર્ટિફિકેટ્સમાં ટ્રેડિંગ ઓફર કરે છે તથા ડે અહેડ માર્કેટ, ગ્રીન ડે અહેડ માર્કટ અને રિયલ ટાઇમ માર્કટે સ્પોટ લોંચ કર્યા છે. આ તબક્કાવાર એનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારે છે અને વીજળીના બજારના વિવિધ સેગમેન્ટની માગને પૂરી કરવા બહોળા કોન્ટ્રાક્ટ્સ પ્રદાન કરવા સજ્જ છે.

ICICI બેંકે વિશેષ મોનસૂન ઓફર ‘મોનસૂન બોનન્ઝા’ પ્રસ્તુત કરી

મુંબઈ: ICICI બેંકે એના ગ્રાહકો માટે ‘મોનસૂન બોનન્ઝા’ નામની ચોમાસાની વિશેષ ઓફર પ્રસ્તુતિ કરે છે. ગ્રાહકો 50 ટકા સુધી કેશબેક અને ડિસ્કાઉન્ટ સ્વરૂપે બોનન્ઝાની બેનિફિટનો લાભ લઈ શકે છે, જેનો લાભ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરીને લઈ શકાશે. તેની ખાસિયતો નીચે મુજબ છે. દર બુધવારે ફ્લિપકાર્ટ પર ફેશન ઉત્પાદનોની લઘુતમ  ₹1,750ની ખરીદી પર મહત્તમ ₹300 સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ, જિયોર્જિયો અરમાની અને જિમી ચૂ સહિત અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની ખરીદી ક્રેડિટ કાર્ડ પર કરતાં 10 ટકા કેશબેક,  24 મહિના માટે આઇફોન 13ની ખરીદી દર મહિને ફક્ત ₹2,341ની ચુકવણી કરીને, જેમાં કોઈ છૂપા ચાર્જ નહીં અને ડાઉન પેમેન્ટ નહીં.  પસંદગીના વનપ્લસ ફોન પર ₹6,000 સુધીનું ડિસ્કાઉન્ટ અને  એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને 23-24 જુલાઈ, 2022ના રોજ એમેઝોન પ્રાઇમ ડે પર વધુ 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.