CORPORATE/ BUSINESS NEWS
આઇએચસીએલએ અમદાવાદમાં ચોથી જિંજર હોટેલ શરૂ કરી
મુંબઈ: ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ અમદાવાદમાં આરટીઓ સર્કલ પર જિંજર હોટલની શરૂઆત કરી છે. આ હોટેલ બ્રાન્ડની લીન લક્ઝુરિયસ ડિઝાઇન અને સર્વિસ ફિલોસોફી આસપાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રસંગે આઇએચસીએલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ દીપિકા રાવે કહ્યું હતું કે, જિંજર અમદાવાદ ખુલવાની સાથે આઇએચસીએલએ શહેરમાં તેની કામગીરીને વધારી છે. અપાર વ્યવસાયિક સંભવિતતા ધરાવતા અને એકથી વધારે માઇક્રો માર્કેટ્સ ધરાવતું અમદાવાદ જિંજર હોટેલ્સ માટે પુષ્કળ તક પૂરી પાડે છે. આ શહેરમાં જિંજરની ચોથી ઓપરેશનલ હોટેલ બનશે. જિંજર અમદાવાદ, આરટીઓ સર્કલ શહેરમાં સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મહાત્મા ગાંધી આશ્રમ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને અન્ય મહત્વપૂર્ણ વ્યવસાયિક કેન્દ્રોની સુવિધાજનક સુલભતા ધરાવતા ચાવીરૂપ વાણિજ્યિક કેન્દ્રમાં મોકાના સ્થાને સ્થિત છે. આ હોટેલ 111 રૂમ ધરાવે છે, જેમાં સ્યૂટ, એક ઓલ-ડે ડિનર, મીટિંગ રૂમ અને ફિટનેસ સેન્ટર છે. આ હોટેલના ઉમેરા સાથે આઇએચસીએલ ગુજરાતમાં 19 હોટેલ ધરાવશે, જેમાં ચાર નિર્માણાધિન છે.
હોન્ડા મોટરસાયકલે CB300Fને ભારતમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી
અમદાવાદ: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઇ)એ એની ચોથી ફેક્ટરી ગુજરાતમાં વિઠલાપુર (અમદાવાદ જિલ્લો)માંથી સંપૂર્ણપણે નવા સમગ્ર ભારતમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ પ્રસંગે આત્સુશી ઓગાતા, મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ (એચએમએસઆઇ), તાકાહિરો હોન્ડા, ચીફ પ્રોડક્શન ઓફિસર અને ડિરેક્ટર (એચએમએસઆઇ), નવીન અવાલ, ડિરેક્ટર, પ્રોડક્શન (એચએમએસઆઇ), મનિષ દુઆ, ઓપરેટિંગ ઓફિસર (વિઠલાપુર પ્લાન્ટ), અકિરા તોયામા, એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડન્ટ (વિઠલાપુર પ્લાન્ટ) ઉપસ્થિત રહ્યાં હતાં. હોન્ડાના ફન મોટરસાયકલની રેન્જમાં વધુ એક પાવરફૂલ અને આક્રમક ઉમેરો કરનાર CB300F 300થી 500 સીસીના સેગમેન્ટમાં ચોથું મોટરસાયકલ છે, જે 293સીસી ઓઇલ-કૂલ્ડ 4-વાલ્વ SOHC એન્જિન અને અન્ય ખાસિયતો ધરાવે છે. CB300F બે વેરિઅન્ટ – ડિલક્સ અને ડિલક્સ પ્રોમાં ત્રણ કલર વિકલ્પો – મેટ એક્સિસ ગ્રે મેટલિક, મેટ માર્વેલ બ્લૂ મેટલિક અને સ્પોર્ટ્સ રેડમાં ઉપલબ્ધ છે તથા તેની કિંમત રૂ. 2.25 લાખ (એક્સ-શોરૂમ, નવી દિલ્હી)થી શરૂ થાય છે.
આરબીએલ બેંકે સુપર સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ્સ રજૂ કરી
મુંબઇ: આરબીએલ બેંકે 21મી ઓગસ્ટ, 2022ના રોજ ઉજવવામાં આવનાર ઇન્ટરનેશનલ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સુપર સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ્સ પ્રોડક્ટ લોંચ કરી છે. વિશેષ કરીને 15 મહિનાની મુદ્દતમાં તમામ ફિક્સ્ડ ડિપોઝિટ્સ ઉપર નવી લોંચ કરાયેલી પ્રોડક્ટ હેઠળ બેંક 80 વર્ષ અને વધુ વયજૂથના સુપર સિનિયર સિટિઝન્સને ફિક્સ્ડ ડિપોઝિટ્સ ઉપર વધારાનો 0.75 ટકા વ્યાદદર ઓફર કરશે. આમ 15 મહિના માટે વાર્ષિક વ્યાજદર 7.75 ટકા રહેશે. આરબીએલ બેંકની વેબસાઇટ, ઇન્ટરનેટ બેંકિંગ, આરબીએલ મોટોબેંક એપ, બ્રાન્ચ અને કોન્ટેક્ટ સેન્ટર દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ્સ સરળતાથી બુક કરાવી શકાય છે. વધુમાં બેંક તમામ સિનિયર સિટિઝન્સ માટે નિઃશુલ્ડ ડોરસ્ટેપ બેંકિંગ ઓફર કરે છે. તેવું આરબીએલ બેંકના હેડ – રિટેઇલ લાયાબિલિટીઝ, ફી એન્ડ ડિજિટલ બેંક, સુરિન્દર ચાવલાએ કહ્યું હતું.
આઇડીબીઆઈ બેંકે રિટેલ ટર્મ ડિપોઝિટના રેટ વધારીને 6.70 ટકા સુધી કર્યા
આઇડીબીઆઈ બેંકે 22 ઓગસ્ટ, 2022થી વિવિધ મુદ્દત માટે ટર્મ ડિપોઝિટના વ્યાજદરોમાં સુધારો કર્યો છે. હવે બેંક પસંદગીની મુદ્દતો પર 6.55 ટકાના ઊંચા વ્યાજદર ઓફર કરે છે. બેંકે આઝાદી કા અમૃત મહોત્સવ એફડી સ્કીમ અંતર્ગત મર્યાદિત ગાળાની વિશેષ 500 દિવસની ડિપોઝિટ પણ પ્રસ્તુત કરી છે, જેમાં સૌથી વધુ 6.70 ટકા વ્યાજ મળશે. અમૃત મહોત્સવ ઓફર 30 સપ્ટેમ્બર, 2022 સુધી માન્ય છે. ઉપરાંત અમેરિકન ડોલરમાં નિયુક્ત એફસીએનઆર (બી) ડિપોઝિટ માટે 500 દિવસની વિશેષ એફડી સૌથી વધુ 3.63 ટકાના વ્યાજદરે ઓફર થઈ છે.
L&Tએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાસેથી કોન્ટ્રાક્ટ મેળવ્યો
મુંબઈ: એલએન્ડટીના ઊર્જા વ્યવસાયના હાઇડ્રોકાર્બન-ઓનશોર ડિવિઝને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ) પાસેથી લાર્જ (મોટો) કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આઇઓસીએલ પેટ્રોલિયમ ઉત્પાદનોની માગમાં વૃદ્ધિને પૂર્ણ કરવા અને તેની નફાકારકતા વધારવા તેમજ લાંબા ગાળે સ્પર્ધાત્મકતા વધારવા રિફાઇનિંગ ક્ષમતા 15 એમએમટીપીએથી વધારીને 25 એમએમટીપીએ કરવા પાનિપત રિફાઇનરી એક્સપાન્શન (પી-25) પ્રોજેક્ટનો અમલ કર્યો છે. એન્જિનીયરિંગ, ખરીદી, નિર્માણ અને કાર્યરત (ઇપીસીસી) કોન્ટ્રાક્ટ આ પી-25 પ્રોજેક્ટ માટે રેસિડ્યુ હાઇડ્રોક્રેકર યુનિટ (આરએચસીયુ) સ્થાપિત કરવા માટે છે. આરએચસીયુને 2.5 એમએમટીપીએની ક્ષમતા સાથે એક્સેન્સ (ફ્રાંસ) દ્વારા લાઇસન્સ મળ્યું છે. અગાઉ એલએન્ડટીએ પાનિપત રિફાઇનરી ખાતે આઇઓસીએલના એ જ પી-25 પ્રોજેક્ટ અંતર્ગત ડીએચડીટી યુનિટ (5.0 એમએમટીપીએ, શેલ દ્વારા લાઇસન્સ) સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ ઇપીસીસી કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.
વિજય શેખર શર્માની MD, CEO તરીકે પુનઃનિયુક્તિને શેરધારકોની મંજૂરી
મુંબઇઃ One97 Communications Limited (OCL) કે જે Paytm બ્રાન્ડની માલિકી ધરાવે છે, જે ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસ કંપની અને QR અને મોબાઇલ પેમેન્ટ્સની પ્રણેતા છે, તેની 22મી વાર્ષિક સામાન્ય સભા યોજી હતી, જે પબ્લિક લિસ્ટેડ કંપની તરીકે પ્રથમ હતી. કંપનીના શેરધારકોએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે વધુ પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિજય શેખર શર્માની પુનઃનિયુક્તિની તરફેણમાં 99.67% બહુમતી સાથે મત આપ્યો છે. તેમની પુનઃનિયુક્તિની તરફેણમાં લગભગ 100% ના જોરદાર મતો કંપનીના નેતૃત્વમાં રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને એ પણ દર્શાવે છે કે તેઓ કંપનીના વિકાસ અને નફાકારકતાના લક્ષ્ય વિશે વિશ્વાસ રાખે છે. અગાઉ મે 2022 માં, OCLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શ્રી વિજય શેખર શર્માની મેનેજિંગ ડિરેક્ટર તરીકે પુનઃનિયુક્તિને મંજૂરી આપી હતી. એજીએમ દરમિયાન, શેરધારકોએ રવિચંદ્ર અદુસુમલ્લીની બોર્ડમાં પુનઃનિયુક્તિ, મધુર દેવરાને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રમુખ અને ગ્રુપ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નિયુક્ત પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવા માટેના ઠરાવો પણ પસાર કર્યા.
શિક્ષણ પ્રણાલીએ ડિજિટલ પ્રવેગક માટે સજ્જ થવું જોઈએઃ આલોક બંસલ
અમદાવાદઃ ભારતીય શિક્ષણ પ્રણાલી 1.5 મિલિયનથી વધુ શાળાઓ, 8.5 મિલિયન શિક્ષકો અને 250 મિલિયન બાળકો સાથે વિશ્વમાં સૌથી મોટી છે. જો કે, સામાજિક અને આર્થિક અસમાનતાઓ દેશના લાખો બાળકો માટે સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાને નકારે છે એટલું જ નહીં, આપણો પરંપરાગત અભ્યાસક્રમ પણ વિદ્યાર્થીઓને ગેરલાભમાં મૂકે છે તેવું યુનિસેફનો અહેવાલ જણાવે છે. Visionet India ના MD અને BFSI બિઝનેસના ગ્લોબલ હેડ, આલોક બંસલ કહે છે, “વિશ્વભરમાં જે ગતિએ ટેક્નોલોજી અને કૌશલ્યનો વિકાસ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને, અમારી શાળાઓ ખરેખર અમારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર થવા માટે સજ્જ કરી રહી નથી. ભારતીય શિક્ષણ પ્રણાલીએ આગળ વધવું જોઈએ. ડિજિટલ પ્રવેગ માટે આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં છીએ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પુનરુજ્જીવન શરૂ કરી રહ્યા છીએ. આજે જે બાળક તેનું પ્રાથમિક શિક્ષણ શરૂ કરશે તે 2030માં સ્નાતક થશે અને આજે જે વિષયો ભણાવવામાં આવે છે તે સમય સુધીમાં તે અપ્રચલિત થઈ જશે. /તે કારકિર્દી માટે તૈયાર છે. આલોક માને છે કે પરીક્ષાના મોડ્યુલોએ તાર્કિક તર્ક અને સમસ્યાનું નિરાકરણ પર ભાર મૂકવાની સાથે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ (HOTS) પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને 2017નો મેકકિન્સી રિપોર્ટ જણાવે છે કે 2030 સુધીમાં, 20 થી 50 મિલિયન નોકરીઓ માહિતી-ટેક્નોલોજી સેવાઓ પર આધારિત હશે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 10 વર્ષમાં ઉપલબ્ધ નોકરીઓમાંથી 8 થી 9 ટકા નવા વ્યવસાયો હશે જે હજુ સાંભળવામાં આવ્યા નથી.
બારડોલી નાગરિક સહકારી બેંક અને SBI લાઇફ ઇન્સ્યોરન્સે બેંકેશ્યોરન્સ કરાર કર્યાં
અમદાવાદ: દક્ષિણ ગુજરાતની બારડોલી નાગરિક સહકારી બેંકે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે બેંકેશ્યોરન્સ કરાર કર્યો છે. બેંકેશ્યોરન્સ જોડાણથી બેંકના નવા અને વર્તમાન ગ્રાહકો એસબીઆઇ લાઇફની પ્રોટેક્શન, વેલ્થ ક્રિએશન, ક્રેડિટ લાઇફ, એન્યુઇટી અને સેવિંગ્સ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પ્રાપ્ત કરવા સક્ષમ બનશે. આ પ્રસંગે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ મહેશ કુમાર શર્મા સાથે બારડોલી નાગરિક સહકારી બેંક લિમિટેડના જનરલ મેનેજર મિનેશ મોદી સહિત એસબીઆઇ લાઇફના ઝોનલ 1 –પ્રેસિડેન્ટ એમ આનંદ, એસબીઆઇ લાઇફ અમદાવાદના રિજનલ ડાયરેક્ટર અમિતકુમાર સહા અને એસબીઆઇ લાઇફના ઇન્સ્ટિટ્યુશનલ એલાયન્સના રિજનલ મેનેજર સંકેત ક્રિસ્ટી ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભાગીદારી વિશે બારડોલી નાગરિક સહકારી બેંક લિમિટેડના જનરલ મેનેજર મિનેશ મોદીએ કહ્યું કે, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારીથી અમારા ગ્રાહકો અમારી તમામ બ્રાન્ચ ઉપર ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સના સમૂહની સરળ એક્સેસ મેળવશે.
“વી”એ ગુજરાતમાં રોજગારીની 40000 તકોની સુલભતા સક્ષમ બનાવી
અમદાવાદઃ ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએ અપના સાથે જોડાણમાં ગુજરાતમાં આશરે 40,000 રોજગારીની તકોની સુલભતાની સુવિધા આપી છે. છેલ્લાં ત્રણ મહિનાઓમાં રોજગારીની તકોનું આ સર્જન સ્થાનિક ભારતના યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરે છે. વી જોબ્સે ભારતનાં સૌથી મોટા જોબ સર્ચ પ્લેટફોર્મ ‘અપના’ને વી એપ પર સંકલિત કરી છે. છેલ્લાં 3 મહિનામાં ગુજરાતની અંદર 12,000થી વધારે એમ્પ્લોયર્સે રોજગારીની વિવિધ તકો અપલોડ કરી હતી. મહત્તમ અરજદારો અમદાવાદ, સુરત અને વડોદરાના બજારોમાંથી છે, જેમણે સેલ્સ એન્ડ માર્કેટિંગમાં રોજગારી મેળવવા સૌથી વધુ રસ દાખવ્યો છે.
ગુજરાતમાં અન્ય પસંદગીની રોજગારીઓમાં સામેલ છેઃ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ; સોફ્ટવેર અને વેબ ડેવલપમેન્ટ; બેક ઓફિસ જેમ કે પટ્ટાવાળા, ડિલિવરી; રેસ્ટોરાં સાથે સંબંધિત રોજગારીઓ જેમ કે સ્ટિવર્ડ, કિચન હેલ્પ; બીપીઓ સાથે સંબંધિત રોજગારીઓ જેમ કે, ટેલી-કોલિંગ, ટેલીસેલ્સ; માર્કેટિંગ રોજગારીઓ જેમ કે, ફિલ્ડ સેલ્સ, ડિજિટલ અને ઓનલાઇન માર્કેટિંગ; બિઝનેસ ડેવલપમેન્ટ વગેરે. ગુજરાતમાં 30 ટકા યુઝર્સ મહિલાઓ છે, જેઓ ટેલીકોલર્સ, એકાઉન્ટન્ટ્સ, બેક ઓફિસ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ વગેરે સહિત વિવિધ રોજગારીઓ માટે સક્રિયપણે અરજી કરે છે. ગુજરાતમાં મોટા ભાગની રોજગારીઓ માટે માસિક પગારની રેન્જ રૂ. 10,000થી રૂ. 40,000 છે.
બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડના પ્રથમ NFOમાં રૂ.1400 કરોડ એકત્ર
મુંબઈઃ બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડની નવી ફંડ ઓફર બરોડા બીએનપી પરિબા ફ્લેક્સી કેપ ફંડએ 25મી જુલાઈથી 8મી ઓગસ્ટ 2022 સુધી ખૂલ્લો હતો, આ ફંડએ તેના એનએફઓ સમયગાળા દરમિયાન રૂ.1400 કરોડ ઉભા કર્યા છે. સુરેશ સોની, સીઈઓ, બરોડા બીએનપી પરીબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા જણાવે છે કે, ભારતના 120 શહેરોમાંથી 42000થી વધુ રોકાણકારોએ જોડાણ પછીના અમારા સૌ પ્રથમ એનએફઓમાં વિશ્વાસ દર્શાવ્યો છે. સમગ્ર ઓફલાઈન અને ઓનલાઈન રોકાણ ચેનલ પર રોકાણકારો, વિતરકો તથા સલાહકારો માટે 22 ઓગસ્ટ 2022ના રોજ કે તેનાથી પહેલા ફરીથી ખોલવામાં આવશે.