મોતીલાલ ઓસ્વાલ ફિનવેસ્ટે મોરબીના સિમ્પોલો ગ્રુપમાં 6.6 કરોડ ડોલરનું રોકાણ કર્યુ

અમદાવાદ: મોતિલાલ ઓસ્વાલ ફિનવેસ્ટ લિ. દ્વારા સંચાલિત ફંડ ઈન્ડિયા એસએમઈ ઈન્વેસ્ટમેન્ટ્સ સાથે મળી સિમ્પોલો ગ્રૂપમાં 6.6 કરોડ ડોલરનું રોકાણ કર્યુ છે. 2008માં સ્થપાયેલી મોરબી સ્થિત સિમ્પોલો વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિ.માં પ્રીમિયમ ટાઇલ્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે, પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક જિતેન્દ્ર આઘારા દ્વારા સંચાલિત સિમ્પોલો 1,100થી વધારે ડીલરોના મજબૂત નેટવર્ક સાથે સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે અને 50થી વધુ દેશોમાં નિકાસ કરે છે. મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટી  સીઈઓ  વિશાલ તુલસ્યાને જણાવ્યું હતું કે, બ્રાન્ડ નેકસીઓન અને સિમ્પોલો આગામી વર્ષોમાં ભારતની સૌથી મૂલ્યવાન ટાઇલ્સ કંપની બનવા માટે સક્ષમ છે. સિમ્પોલો ગ્રૂપના સીએમડી જિતેન્દ્ર આઘરાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષોમાં અમે ભારતમાં વિકાસ કર્યો છે. અમેરિકામાં પ્રીમિયમ ટાઇલ્સ સેગમેન્ટમાં અલગ હાજરી બનાવી છે, અને મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટીનું રોકાણ અમારી બ્રાન્ડ પ્રીમિયમ, ઉત્પાદન ગુણવત્તા અને ડીપ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની મજબૂતાઈને રેખાંકિત કરે છે.  ઈન્ડિયા એસએમઈ ઈન્વેસ્ટમેન્ટ્સના સ્થાપક મિતિન જૈને જણાવ્યું હતું કે, સિમ્પોલોની મેનેજમેન્ટ ટીમે ઈન્ડિયા શાઈનિંગ વાર્તાને પુનરાવર્તિત કરીને, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે એક માપદંડ સ્થાપિત કર્યો છે. મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સે સિમ્પોલો ગ્રુપના વિશિષ્ટ નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું છે. વાડિયા ગાંધી એન્ડ કંપની, એઝેડબી પાર્ટનર્સ અને જેએસએ એડવોકેટ્સ એન્ડ સોલિસિટર્સ ટ્રાન્ઝેક્શન પર લીગલ એડવાઈઝર હતા.