CORPORATE/ BUSINESS NEWS
રોયલ સુંદરમે સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી
ચેન્નઇ: વર્ષ 2000માં ઉદારીકરણ બાદ ભારતમાં ખાનગીક્ષેત્રની પ્રથમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની રોયલ સુંદરમ્ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે તમિળ નાડુમાં કુમ્બકોનમમાં મુખ્યાલય ધરાવતી ખાનગીક્ષેત્રની ઝડપી વૃદ્ધિ સાધતી સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી છે. આ વ્યવસ્થાથી બેંકના ગ્રાહકો તેની 727 બ્રાન્ચ ઉપર રોયલ સુંદરમ્ની બેસ્ટ-ઇન-ક્લાસ જનરલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સના વ્યાપક સ્યુટની સરળ એક્સેસ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશે.
આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં રોયલ સુંદરમ્ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર એમ.એસ. શ્રીધરે જણાવ્યું હતું કે, “બેંકેશ્યોરન્સ મોડલમાં અગ્રેસર હોવાથી ગ્રાહકોની જરૂરિયાતોના વિશાળ સ્પેક્ટ્રમને અમે વધુ યોગ્ય રીતે સમજવા સક્ષમ બન્યાં છીએ. આ અનુભવોથી હેલ્થ ઇન્સ્યોરન્સ સોલ્યુશન્સમાં ખૂબજ વખાણવામાં આવેલી લાઇફલાઇન સ્યુટ સહિતની સારી પ્રોડક્ટ્સ ડિઝાઇન કરવામાં મદદ મળી છે. અમે મજબૂત સિદ્ધાંતો અને મૂલ્યો ઉપર નિર્મિત ખૂબજ પ્રતિષ્ઠિત સિટી યુનિયન બેંક સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ અને ગ્રાહકોને વ્યાપક, કસ્ટમાઇઝ્ડ અને વાજબી જનરલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ દ્વારા સશક્ત કરવા માટે સજ્જ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, કંપની વીમાના મૂલ્યમાં સતત વધારાના સમયમાં અમારા ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપર કેન્દ્રિત રહેશે.”
રોયલ સુંદરમની જનરલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સમાં હેલ્થ, મોટર, પર્સનલ એક્સિડન્ટ અને ટ્રાવેલ તેમજ રિટેઇલમાં હોમ ઇન્સ્યોરન્સ અને કમર્શિયલ લાઇન્સમાં ફાયર, મરિન, ઇન્ડસ્ટ્રીયલ અને બીજા જોખમો સામે ઇન્સ્યોરન્સ સામેલ છે.
સિટી યુનિયન બેંકના એમડી અને સીઇઓ ડો. એન. કામાકોડીએ જણાવ્યું હતું કે, “સિટી યુનિયન બેંક ગ્રાહકોને વિસ્તૃત ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ લાઇન પ્રદાન કરીને તેના ગ્રાહકોને બેજોડ સેવા આપવામાં વિશ્વાસ રાખે છે. રોયલ સુંદરમ્ સાથે આ જોડાણ બેંકની વિચારધારાની દિશામાં જ એક કદમ છે. વાજબી, પારદર્શી અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે માર્કેટમાં પ્રતિષ્ઠિત બેંક હોવા તરીકે અમે રોયલ સુંદરમનું સિટી યુનિયન બેંકના નેટવર્કમાં સ્વાગત કરીએ છીએ.”