CORPORATE/ BUSINESS NEWS
એક્સિસ બેંક અને પેનીયરબાયએ SMEs- ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવા જોડાણ કર્યું
મુંબઈ: એક્સિસ બેંકે બ્રાન્ચલેસ બેંકિંગ અને ડિજિટલ સર્વિસી નેટવર્ક પેનીયરબાય સાથે જોડાણ કર્યું છે. જેનો ઉદ્દેશ છેવાડાના રિટેલર્સ અને ગ્રાહકો એમ બંને માટે સેવિંગ્સ અને કરન્ટ બેંક એકાઉન્ટ્સ સરળતાપૂર્વક ખોલવાની સુવિધા પ્રદાન કરવાનો છે. આ પહેલ એક્સિસ બેંકને 20,000+ પિનકોડમાં 50+ લાખ માઇક્રો-આંતરપ્રિન્યોર્સના પેનીયરબાયના ટેકનોલોજીનું પીઠબળ ધરાવતી ડિસ્ટ્રિબ્યુશ-એઝ-એ-સર્વિસ (DaaS) નેટવર્કનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે.
સ્વરાજ ટ્રેક્ટર્સે 20 લાખ ઉત્પાદનનું સીમાચિહ્ન સર કર્યું
મોહાલી: મહિન્દ્રા ગ્રૂપની કંપની સ્વરાજ ટ્રેક્ટર્સે પંજાબના મોહાલીમાં કંપનીના પ્લાન્ટમાંથી એનું 20 લાખમું ટ્રેક્ટર પ્રસ્તુત કર્યું હતું. એમએન્ડએમ લિમિટેડના સ્વરાજ ડિવિઝનના સીઇઓ હરિશ ચવ્વાણે કહ્યું કે, વર્ષ 1974માં પોતાની શરૂઆતથી સ્વરાજ ટ્રેક્ટરને 10 લાખમા ટ્રેકટરનું નિર્માણ કરવાનું સીમાચિહ્ન વર્ષ 2013માં સર કર્યું હતું. હવે ફક્ત નવ વર્ષના ટૂંકા ગાળામાં અમે 20 લાખમા ટ્રેક્ટરનું ઉત્પાદન વર્ષ 2022માં કરવાની સફળતા મેળવી છે. એમએન્ડએમ લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું કે, સ્વરાજ 15એચપીથી 65એચપીની રેન્જમાં ટ્રેક્ટર્સનું ઉત્પાદન કરે છે તથા સંપૂર્ણ મિકેનાઇઝેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. અત્યારે સ્વરાજ બે સંપૂર્ણપણે કાર્યરત ટ્રેક્ટર ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે – એક, પંજાબમાં એની માલિકીનો પ્લાન્ટ, ફાઉન્ડ્રી એન્ડ આરએન્ડડી, તો બીજો, રાજ્યમાં સ્વરાજના ઉત્પાદનનો પ્લાન્ટ આવી રહ્યો છે.
ટાટા પાવરે 350 રાષ્ટ્રીય રાજમાર્ગો પર 450+ ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કર્યા
નવી દિલ્હી: ટાટા પાવરે દેશમાં 350+ રાષ્ટ્રીય રાજમાર્ગો પર 450+ ઇઝેડ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કર્યાં છે. 25+ રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજમાર્ગો પર આ 450+ ઇવી ચાર્જિંગ પોઇન્ટ હોટેલ્સ, વાણિજ્યિક સંકુલો, કાર ડિલરશિપ વગેરે જેવા વિવિધ સ્થાનો પર સ્થાપિત કરવામાં આવ્યાં છે. ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું કે, હાલના રાજમાર્ગોના 60 ટકા પર અમારી હાજરી સૂચવે છે. શહેરી વિસ્તારોમાં પણ ટાટા પાવરે મુખ્ય રહેણાંક સંકુલો, મોલ્સ અને પેટ્રોલ પમ્પો પર સરકારી/અર્ધ-સરકારી ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કર્યા છે. મુંબઈમાં 150થી વધારે ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કર્યા છે.
ડીલશેરએ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં 1000થી વધારે લઘુ કક્ષાના વ્યવસાયો ઊભા કર્યા
અમદાવાદઃ સોશિયલ ઇ-કોમર્સ કંપની ડીલશેરએ સામુદાયિક લીડર નેટવર્ક – ડીલશેરે છેલ્લાં 2 વર્ષમાં ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં 1000થી વધારે લઘુ કક્ષાના વ્યવસાયો ઊભા કર્યા છે. છેલ્લાં 2 વર્ષમાં લઘુ કક્ષાના વ્યવસાયની કામગીરી વધતા તેમની આવકમાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. અત્યારે આ ડીએસડી (ડીલશેર દોસ્ત)નાં નેટવર્કે 20,000થી વધારે લોકોને રોજગારીની તકો સાથે સક્ષમ બનાવ્યાં છે, જેણે વધારાની આવક અને વૃદ્ધિના માધ્યમો પ્રદાન કર્યા છે. અત્યારે ડીલશેર દોસ્તની સરેરાશ આવક દર મહિને રૂ. 1 લાખથી વધારે છે. ડીલશેરના સહ-સ્થાપક અને સીઇઓ વિનીત રાવે કહ્યું કે, ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં લોકોને વધારાની આવક કરે છે તેમજ અમારા ગ્રાહકો માટે બજારમાં ઓછામાં ઓછા કિંમતો પર ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પણ ઓફર કરે છે. ડીલશેરના સહ-સ્થાપક, ચીફ કમર્શિયલ ઓફિસર સૌર્જ્યેન્દુ મેડ્ડાએ કહ્યું કે દરેક શહેરો અને નગરોમાં દર 1000 ઘર માટે ડીલશેર દોસ્ત ઊભા કરવાનો ટાર્ગેટ છે. નેટવર્કમાં માસિક ધોરણે 10 ટકાએ વૃદ્ધિ થઈ છે અને સંપૂર્ણ આવક/વેચાણમાં લગભગ 40 ટકાનું પ્રદાન કર્યું છે. કંપનીએ આ પ્રોગ્રામને વધારે મજબૂત કરવા નીતિઓ પ્રસ્તુત કરવા રોકાણ કરવાની પણ યોજના બનાવી છે.
Apacheનું નવુ વર્ઝન SmartXonnectTM લોન્ચ, ટેક્નોલોજી સાથે આકર્ષક કિંમતમાં ઉપલબ્ધ
અમદાવાદઃ ટીવીએસ અપાચે (TVS Apache)એ નવુ વર્ઝન TVS Apache RTR 180 અને TVS Apache RTR 160 લોન્ચ કર્યું છે. TVS Apache RTR 160માં 2 કિગ્રા વજન અને TVS Apache RTR 180માં 1 કિગ્રા વજન ઘટાડી પાવર વધારવામાં આવ્યો છે. TVS અપાચેનું નવુ વર્ઝન ગ્રાહકોને ફ્યુઅલ ઈન્જેક્શન, ABS, ડ્યુઅલ ચેનલ ABS, સ્લિપર ક્લચથી લઈન એડવાન્સ SmartXonnectTM ટેક્નોલોજી, ફર્સ્ટ-ઈન-સેગમેન્ટ રાઈડ મોડ, એલઇડી હેડલેમ્પ સહિતની શ્રેષ્ઠ-વર્ગની સુવિધાઓ અને ટેકનોલોજી ઓફર કરી છે. અદ્યતન બ્લૂટૂથ સક્ષમ સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને SmartXonnectTM ટેક્નોલોજીથી સજ્જ આ બાઈકના પ્રથમ સેગમેન્ટના 3 રાઈડ મોડ રેઈન, અર્બન અને સ્પોર્ટ છે.
વિગત | 2022 TVS Apache RTR 160 | 2022 TVS Apache RTR 180 |
એન્જિન cc | 159.7 cc | 177.4 cc |
એન્જિન Cooling | એર-cooled | ઓઈલ-cooled |
પાવર | 16.04 PS @ 8750 rpm | 17.02 PS @ 9000 rpm |
ટોર્ક | 13.85 Nm @ 7000 rpm | 15.5 Nm @ 7000 rpm |
ગિયર બોક્સ | 5 સ્પીડ | 5 સ્પીડ |
કિંમત 1.18 લાખથી શરૂ
TVS Apache RTR 180 Disc BT | ₹1,30,590 |
TVS Apache RTR 160 Disc BT | ₹1,24,590 |
TVS Apache RTR 160 Disc | ₹1,21,290 |
TVS Apache RTR 160 Drum | 1,17,790 |